કોરોનાની સૌથી કારગર દવા ડેક્સામિથેસોનની દુનિયાભરમાં અછત સર્જાશે

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોના વાઈરસની સારવાર માટે સૌથી મોટી આશા બનીને સામે આવેલી દવા ડેક્સામિથેસોનની દુનિયાભરમાં એટલી વધારે માગ થઈ ગઈ છે કે નજીકના ભવિષ્યમાં તેની અછત પડી શકે છે. દુનિયાભરના એક્સપર્ટ એ વાતની આશંકા વર્તાવી રહ્યા છે.

સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શુ આ દવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે કેમ કે આ દવા ઘણી સસ્તી છે. જેથી આની બજારમાં અછત સર્જાય તેવી આશંકા વધારે છે.

મિનિસોટા યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટીકલ રિસર્ચ ઈન મેનેજમેન્ટ એન્ડ ઈકોનૉમિક્સ ઈન્સ્ટીટ્યુટના એક્સપર્ટ સ્ટીફન શૉન્ડેલમેયરે કહ્યુ કે હોઈ શકે છે કે કેટલાક દેશ આ દવાને પર્યાપ્ત માત્રામાં બનાવે છે પરંતુ આનો અર્થ એ નથી કે આની અછત થશે નહીં.

સ્ટીફને કહ્યુ કે આ દવા સામાન્ય રીતે ઉપલબ્ધ છે. અમે અત્યારે જ કેટલીક જગ્યાએથી રિપોર્ટ આવ્યા છે કે ડેક્સામિથેસોન જેવી કેટલીક અન્ય કોરોનારોધી દવાઓની અછત છે. લોકો આને પોતાની પાસે જમા કરી રહ્યા છે જેથી ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરી શકે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં રેગ્યુલેશન ઑફ મેડિસીનના પ્રમુખ એમર કુકે પણ અંદેશો વર્તાવ્યો છે કે અમે દુનિયાભરમાંથી આ સમાચાર આવી રહ્યા છે કે લોકો આ દવાને જમા કરવાની શરૂ કરી ચૂક્યા છે. આના કારણથી કેટલાક દિવસ બાદ બજારમાં અછત આવશે. જોકે એ કહેવુ મુશ્કેલ છે કે દુનિયાભરમાં આની અછત હશે પરંતુ અછત તો આવશે.

ડેક્સામિથેસોનનું ભારતમાં અખૂટ ભંડાર છે. ભારતથી આ દવા ૧૦૭ દેશોમાં એક્સપર્ટ જાય છે. ભારતમાં આ દવાના ૨૦ બ્રાન્ડસ હાજર છે. દેશમાં આ દવાની ૧૦ ટેબલેટની સ્ટ્રિપ માત્ર ૩ રૂપિયાની આવી છે.

કોરોના મહામારી વચ્ચે ડેક્સામિથેસોન દવા લોકો વચ્ચે આશાનુ કિરણ બનીને આવી છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યુ કે આ દવા ઘણી સસ્તી અને સામાન્ય રીતે બજારોમાં ઉપલબ્ધ છે. આના કારણથી તે દર્દીઓની સારવાર થઈ રહી છે જે કોરોનાથી વધારે સંક્રમિત છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here