કોરોનાની સારવાર લઈ રહેલા શહેરની બહારના દર ૪ માંથી ૧ દર્દી રાજસ્થાનથી

0
24
Share
Share

અમદાવાદ,તા.૨૪

શહેરના ડોક્ટર્સ માત્ર અમદાવાદના હોય તેવા જ કોરોના દર્દીઓની સારવાર નથી કરી રહ્યા. રાજ્ય અને દેશના જુદા જુદા ભાગોમાંથી ૪૪૩ કોરોના દર્દીઓની શહેરની કોવિડ હોસ્પિટલોમાં પ્રાઈવેટ ક્વોટામાં સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય બહારના દર ચાર દર્દીઓમાંથી એક દર્દી રાજસ્થાનનો છે.

છસ્ઝ્રના અધિકારી મુજબ, અમદાવાદ શહેર બહારના ૪૪૩ દર્દીઓની શહેરમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી ૧૪૫ દર્દીઓ દેશના અન્ય રાજ્યોમાંથી છે. તેમાં રાજસ્થાનના ૧૨૧ દર્દીઓ, મધ્ય પ્રદેશના ૧૧ , મહારાષ્ટ્રના ૬, પંજાબના ૩, હરિયાણાના બે અને ઓડિશા તથા તમિલનાડુના એક-એક દર્દીઓ છે. અધિકારીએ જણાવ્યું કે, ૨૯૮ દર્દીઓ રાજ્યના જુદા જુદા શહેરોમાંથી છે. તેમાં રાજકોટના ૩૩, ગાંધીનગર શહેરના ૩૨, સાબરકાંઠાના ૨૮, સુરેન્દ્રનગરના ૨૬ અને મહેસાણાના ૨૪ દર્દીઓ છે.

અધિકારી વધુમાં જણાવે છે, આ ૪૪૩ દર્દીઓઓને કોવિડ હોસ્પિટલમાં ૫૦ ટકા પ્રાઈવેટ ક્વોટામાં સારવાર અપાઈ રહી છે. અધિકારીએ જણાવ્યું કે, AMC અને અમદાવાદમાં કોવિડ કન્ટ્રોલનો ચાર્જ સંભાળી રહેલા રાજીવ કુમાર ગુપ્તાના આવ્યા બાદAMCએPPP મોડલ એડોપ્ટ કર્યું હતું જેની પ્રશંસા ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને નીતિ આયોગે પણ કરી હતી.

અધિકારીએ કહ્યું, ઓગસ્ટમાં છસ્ઝ્રએ અન્ય રાજ્ય તથા જિલ્લાના દર્દીઓને શહેરમાં એડમિટ થઈને સારવાર લેવાની મંજૂરી આપી હતી. ૩૫૦ એવા દર્દીઓ હતા જેમાંથી ૯૫ ટકા શહેરના અન્ય જિલ્લાઓમાંથી હતા. આ દર્દીઓમાં મોટાભાગના સુરત, કચ્છ, ભાવનગર અને અમરેલી જિલ્લાના હતા. સપ્ટેમ્બરમાં સ્થિતિ એવી બની કે ત્રીજા ભાગના દર્દીઓ રાજ્ય બહારના થયા તેમાં પંજાબ અને ઓડિશા જેવા રાજ્યો પણ સામેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here