કોરોનાની આ મહામારી દરમ્યાન ૩ અમૃતતુલ્ય દિવસોની ભેટ આપવા જઈ રહ્યો છે ચૈતન્ય મહોત્સવ – ૨૦૨૦

0
322
Share
Share

રાજકોટ તા.૨૬

ગુરુ તત્ત્વએ ૭ થી ૯ નવેમ્બર સુધી ચૈતન્ય મહોત્સવનું ૭૨ કલાકનું જીવંત પ્રસારણ આયોજીત કરેલું છે જે દરેક માટે નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે!

ચૈતન્ય મહોત્સવ એટલે ધ્યાન, આંતરિક શાંતિ અને આનંદનો ત્રિ-દિવસીય પર્વ! વર્ષ ૨૦૨૦ લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબજ પડકારજનક સાબિત થઈ રહ્યું છે. પહેલાં કરતા ઘણી વધુ સંખ્યામાં લોકો માત્ર રાત્રી ની ઊંઘ માટે દવાઓ લેતા થઇ ગયા છે. આવા પડકારજનક સમયમાં લોકોને આંતરિક શાંતિ પ્રદાન કરવાની જવાબદારી ગુરુ તત્ત્વએ ઉપાડી છે.

ગુરુ તત્ત્વ’  શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક વૈશ્વિક મંચ છે જે પ્રત્યેક મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે કાર્યરત છે. ગુરુ તત્ત્વ દર વર્ષે સદગુરુ  શિવકૃપાનંદ સ્વામીજી ના સાંનિધ્યમાં ચૈતન્ય મહોત્સવનું આયોજન કરે છે જેમાં હજારો પૂણ્યાત્માઓ ઉપસ્થિત રહીને આંતરિક શાંતિ પ્રાપ્ત કરે છે.

આ વર્ષે ચૈતન્ય મહોત્સવનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે જેનું જીવંત પ્રસારણ ૭ નવેમ્બરના રોજ સવારે ૬ઃ૦૦ વાગ્યાથી ૯ નવેમ્બરના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી ઢજ્ઞીઝીબય અને ઋફભયબજ્ઞજ્ઞસ ના માધ્યમથી કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિિંાંતઃ//તવશદસિીાફક્ષફક્ષમરજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ.જ્ઞલિ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી આપ કાર્યક્રમનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો અને ગુરુપ્રસાદ પ્રાપ્ત કરી શકો.

ગુરુ પરિચયઃસદગુરુ  શિવકૃપાનંદ સ્વામી એક સાક્ષાત્કારી ઋષી છે. તેઓ બાળપણથી જ સત્યની શોધમાં હતા. સમયાંતરે તેમણે ૧૬ વર્ષ હિમાલયમાં ધ્યાન-સાધના કરી અને અલગ-અલગ ગુરુઓના સાંનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ હિમાલયના આ અનુભૂતિપ્રધાન અમૂલ્ય સમર્પણ ધ્યાનયોગને વર્ષ ૧૯૯૪ થી દેશ-વિદેશમાં નિઃશુલ્ક વહેંચી રહ્યા છે.આ કાર્યક્રમ દરમ્યાન  સ્વામીજીના સાંનિધ્યમાં તમામ લોકોને ધ્યાન કઈ રીતે થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક પ્રાપ્ત થશે. સાથે જ પૂજ્ય સ્વામીજી પોતાના આધ્યાત્મિક ગૂઢ જ્ઞાનને એકદમ સરળ અને સચોટ ભાષામાં આપ સુધી પહોંચાડશે. આ ઉપરાંત આધ્યાત્મિક પ્રશ્નોનું સમાધાન, યોગ સત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ મહોત્સવનાં મહત્વનાં આકર્ષર્ણો હશે.

તો આવો, આ એકલાપણુ અને સોશિયલ ડિસ્ટન્સીંગના પડકારને એક સુવર્ણ તકમાં પરિવર્તિત કરીએ અને પોતાના અંતરમાં છુપાયેલ આધ્યાત્મિક ખજાનાને અનલોક કરીએ.

’પવિત્ર આત્માઓંના આ ઓનલાઈન મહોત્સવમાં આપ સર્વેનું સ્વાગત છે’

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here