કોરોનાની અવેરનેસવાળા પતંગોએ બજારોમાં આકર્ષણ જમાવ્યું

0
19
Share
Share

અમદાવાદ,તા.૧૨

ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાનો ક્રેઝ પણ આ તહેવારે જોવા મળી રહ્યો છે. જામનગરમાં કોરોના પતંગમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર વાળા પતંગો લોકોને આકર્ષી રહ્યા છે. અહિં અન્ય પતંગ કરતા કોરોનાની અવેરનેસવાળા પતંગની માંગ વધી રહી છે. કોરોના મહામારીમાં દરેક વેપાર-ધંધાને ભારે ફટકો લાગ્યો છે, ત્યારે જામનગરની સીઝનલ પતંગ બજારને પણ વેંચાણમાં ગત વર્ષ કરતા વેપારમાં ઘટાડો તો જોવા મળ્યો છે.

પરંતુ મકરસંક્રાંતિના તહેવાર પર માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનું ખાસ પાલન લોકો કરે તેવા પતંગોએ જામનગરની માર્કેટમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે. આ વર્ષે કોરોનાની મહામારીમાં દરેક લોકોએ પોતાના દરેક તહેવાર સાદાઈ અને સાદગીથી ઘરબેઠા ઉજવણી કરી છે. શહેરના બજારમાં વિવિધ પ્રકારના પતંગ જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ મકરસંક્રાંતિને અનુલક્ષીને ફેન્સી અને ડિઝાઈનર પતંગોની જામનગરની બજારમાં ભરમાર જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ જામનગરના માર્કેટમાં કોરોનાંની ગાઈડલાઈનના પતંગોએ આકર્ષણ જગાવ્યું છે.

જામનગરમાં મુખ્યત્વે ખંભાત, બરોડા, નડિયાદ, અમદાવાદથી પતંગ અને માંજા (દોરી) આવે છે. આ વર્ષે બજારમાં મોદી, સર્જિકલ સ્ટ્રાઈક, પરી, એન્ગ્રી બર્ડસ, પતંગ બન્ટેન, સ્પાઈડરમેન, બાજ, ઈગલ, બટરફ્લાય, બાર્બી ડોલ પતંગની સાથે-સાથે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સૅનેટાઈઝર જેવી પતંગોએ ખાસ આકર્ષણ જગાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here