કોરોનાના સ્વસ્થ થનારા દર્દી ની સંખ્યા ૬૦૪, નવા કેસ ૫૪૯ : કુલ કેસ ૨૭૮૯૦

0
137
Share
Share

છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૧૧ : ૬૨ વેન્ટીલેટર પર

રાજકોટ, તા.૨૩

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા ૪-૪ લોકડાઉન કર્યા બાદ અનલોક-૧ માં કોરોના બેકાબુ બન્યો છે જેમાં ૧ સપ્તાહથી કોરોનાનો આંકડો સતત વધી રહયો છે અને ૫૦૦ ને પાર કર્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સ્વસ્થ થનારા દર્દી ની સંખ્યા વધી છે અને નવા દર્દી ની સંખ્યા ઘટી છે. જ્યારે મૃત્યુદર પર કાબુ મેળવવામાં આવી રહયો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૪૯ દર્દી નોંધાયા છે. કુલ કેસ ૨૭૮૯૦ કેસ નોંધાયા છે. આજે ૬૦૪ દર્દી ઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૨૦૫૨૧ દર્દી ઓએ કોરોના સામે જંગ જીત્યા છે. ૨૪ કલાકમાં ૨૬ દર્દી કોરોના સામે જંગ હારી ગયા છે. કુલ મૃત્યુઆંક ૧૭૧૧ પર પહોચ્યો છે. ૬૧૩૫ દર્દી ઓની સ્થિતિ સ્થિર છે અને ૬૨ દર્દી ઓ વેન્ટીલેટર પર છે.

અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા આરોગ્ય તંત્રને મહંદઅંશે સફળતા મળી છે. જેમાં ૨૪ કલાકમાં વધુ ૨૩૫ કેસ નોંધાયા છે. અને ૩૮૧ દર્દી ઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ૧૩ દર્દી ઓના મોત નિપજ્યા છે. સુરતમાં વધતા જતા કેસથી આરોગ્ય તંત્રની ઉંઘ હરામ કરી દીધી છે. જેમાં છેલ્લા ૪ દિવસથી નવા કેસની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે અને ૧૦૦ ના આંકડાને પાર કરી જેમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭૫ દર્દી મળી આવ્યા છે.

સૌરાષ્ટ્રના ૭ જીલ્લામાં નવા દર્દી મળી આવ્યા છે. જેમાં કોરોનાનો ચેપ ગામડા સુધી પ્રસરતા આરોગ્ય તંત્ર માટે માથાના દુઃખાવા સમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં કોરોનાનો બોમ્બ ફુટયો હોય તેમ ૧૨ કેસ, ભાવનગર, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને અમરેલીમાં નવા કેસ નોંધાયા છે.

દીવમાં વધુ એક કેસ

દીવમાં આજરોજ એક મહિલાને કોરોના પોઝેટીવ નીકળતા કુલ સંખ્યા ૧૨ ની થઈ આ મહિલાને દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી છે તેમજ તેની ટ્રાવેલ હીસ્ટ્રી જાણી અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

રાજ્યના ૨૭ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૪૯ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૩૫, સુરતમાં ૧૭૫, વડોદરામાં ૪૨, જામનગરમાં ૧૨, ભરૂચમાં ૧૧, ગાંધીનગરમાં ૧૦, નર્મદા ૬, મહેસાણામાં ૫, ભાવનગરમાં ૮, મહીસાગર, પંચમહાલ, કચ્છ, વલસાડ, નવસારીમાં ૪-૪, ગીરસોમનાથ ૩, સુરેન્દ્રનગર ૩, સાબરકાંઠા, આણંદ, પાટણ, બોટાદ અને છોટાઉદેપુર, રાજકોટ ૨-૨, અવરલ્લી, ખેડા, દાહોદ, અમરેલી અને જુનાગઢમાં એક-એક કેસ નોંધાયા છે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here