કોરોનાના વધતા સંકટ વચ્ચે ફ્રાંસમાં એફિલ ટાવર ખૂલ્લી મૂકાયુ

0
12
Share
Share

પેરિસ,તા.૨૫

વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસને જોઈ સરકારોએ તેમના દેશમાં લૉકડાઉન લાગુ કર્યું હતું. જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આર્થિક સંકટને જોતા લોકડાઉનમાં ઢીલ આપવાનું તમામ દેશોએ શરૂ કર્યું છે. આ દરમિયાન આજે ફ્રાંસમાં પણ એફિલ ટાવર ખોલી દેવામાં આવ્યો છે. લોકો કેટલાક નિયમોનું પાલન કરીને ફરી એક વખત એફિલ ટાવરનો નજારો માણી શકશે.

છેલ્લા ત્રણ મહિનાથી એફિલ ટાવર બંધ હતો. જે બાદ આજે ૨૫ જૂનથી ફરીથી ખોલવામાં આવ્યો છે. તેના ઓપરેટર જાણકારી આપતાં જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત એફિલ ટાવરને આટલા સમય સુધી બંધ કરવો પડ્યો હતો. આજથી અહીંયા આવતા તમામ લોકોએ કેટલીક સાવધાની અને નિયમોનું પાલન કરવું પડશે. જેમાંથી એક નિયમ છે કે ૧૧ વર્ષથી ઉપરના તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here