કોરોનાના લીધે ફિલ્મ ઉદ્યોગ સંકટમાં

0
20
Share
Share

કોરોના વાયરસના કારણે વિશ્વના દેશોમાં ભારે હાહાકાર મચેલો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર પર સંકટના વાદળો છવાઇ ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રાથમિક રીતે જે રીતે ગણતરી કરવામાં આવી રહી છે તે જોતા ફિલ્મ ઉદ્યોગને આ વર્ષના મધ્ય સુધી જ ૩૭૦૦ કરોડથી વધારેનુ નુકસાન થઇ શકે છે. સાથે સાથે તમામ મોટી ફિલ્મોના નિર્માતા નિર્દેશકો અને કલાકારો પણ આ ખતરનાક સ્થિતીમાં તેમની ફિલ્મની આવકને નુકસાન થઇ શકે છે તેવી ગણતરી કરી રહ્યા છે. ફિલ્મનોના શુટિંગ પણ અનેક જગ્યાએ રોકી દેવામાં આવ્યા છે. ડિસ્ટ્રીબ્યુટરોનુ કહેવુ છે કે આગામી ફિલ્મોની કમાણી પર માઠી અસર થઇ શકે છે. ફિલ્મોના શુટિંગ તો રદ થઇ રહ્યા છે. હાલમાં કોરોના વાયરસના કારણે જે દેશો સૌથી વધારે અસરગ્રસ્ત છે તે દેશોમાં ફિલ્મના શુટિંગ રદ થઇ રહ્યા છે. ફિલ્મોના શુટિંગની વાત કરવામાં આવે તો અભિનેત્રી શૌભિતા ધુલિપાલાએ તેમની આગામી ફિલ્મ સિતારાનુ શુટિંગ જે કેરળમાં કરવામાં આવનાર હતુ તે રદ કરી દીધુ છે. રાની સ્ક્રુવાલા આ ફિલ્મના નિર્માતા તરીકે છે. મેકર્સોએ કોરોના વાયરસના કારણે ફિલ્મનુ શુટિંગ રદ કરી દીધુ છે. ભારતીય ફિલ્મો કરતા તો હોલિવુડ ફિલ્મોને વધારે નુકસાન ઉઠાવવાની ફરજ પડી રહી છે. રિપોર્ટ મુજબ ચીનમાં છેલ્લા બે મહિનાના ગાળામાં જ ચીની ફિલ્મ ઉદ્યોગને બે અબજ ડોલરનુ નુકસાન થઇ ચુક્યુ છે. આ ઉપરાંત અન્ય દેશો જેમ કે દક્ષિણ કોરિયા, ઇટાલી અને જાપાન તેમજ ફ્રાન્સમાં ફિલ્મ ઉદ્યોગને ભારે નુકસાન થયુ છે. ચીનમાં તો હાલ સિનેમાઘરોને બંધ કરી દેવામાં આવ્યા છે. અન્ય તમામ દેશોમાં સિનેમા કારોબારને માઠી અસર થઇ રહી છે. કોરોના વાયરસના કારણે લોકો ભીડવાળા વિસ્તારોમાં જવાથી ખચકાટ અનુભવ કરી રહ્યા છે. બોલિવુડની જે ફિલ્મો હાલમાં રજૂ થનાર છે અને જેમની આવક પર માઠી અસર થઇ શકે છે તેમાં બાગી-૩,  સંદીપ ઔર પિન્કી ફરાર જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. કેટલાક બોલિવુડ સ્ટાર દ્વારા પણ કોરાનાના લીધે તેમના કેટલાક પ્લાનને બદલી નાંખ્યા છે. વિદેશના શુટિંગને ટાળી દીધા છે. કેટલાક કલાકારો તો વિદેશથી પરત ફર્યા છે. એરપોર્ટ અને ભીડવાળી જગ્યાએ પર કલાકારો પણ માસ્ક પહેરી રહ્યા છે. રણબીર કપુર, વરૂણ શર્મા અને અભિનેત્રી પરિણિતી ચોપડા માસ્ક પહેરેલી હાલતમાં દેખાયા છે.  હવે અસરગ્રસ્ત દેશોની સંખ્યા વધીને ૨૧૩ થઇ ગઇ છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે દુનિયાના દેશો તમામ મથામણ કરી રહ્યા છે પરંતુ આના પર કાબુ મુકવામાં સફળતા હાથ લાગી નથી. અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે અસરગ્રસ્ત ૨૧૩ દેશોમાં મોતનો આંકડો વધીને  લીખોમાં છે. કેસોની સંખ્યા તો કરોડ સુધી પહોંચી છે.  ચીનમાંથી કોરાના વાયરસની શરૂઆત થયા બાદ ૨૧૩ દેશો તેના સકંજામાં આવી ગયા છે.  લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. કરોડો લોકો તેના કારણે પ્રભાવિત થયા છે. ભારતના જુદા જુદા ભાગોમાં પણ હજુ લાખોમાં  પોઝિટવ કેસ આવી ચુક્યા છે. ભારતમાં તમામ યાત્રીઓની સ્ક્રિનિગ થઇ રહી છે. કોરોના વાયરસની વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી પહેલા કેરળમાં ત્રણ પોઝિટીવ કેસ આવ્યા હતા. જો ે ત્યારબાદ એક જ દિવસમાં ૨૨થી વધારે કેસો નોંધાઇ જતા ચિંતા વધી ગઇ છે. ભારતમાં કેરળ, જયપુર, આગરા અને દેશના અન્ય ભાગોમાં કોરોનાના દર્દીઓ મળ્યા છે. હોલિવુડ બાદ તેની અસર હવે બોલિવુડમાં પણ જોવા મળે છે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરઅને ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે કહ્યુ છે કે આની અસર ફિલ્મોના બોક્સ ઓફિસ પર દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. લોકડાઉન બાદ હવે સ્થિતી સામાન્ય બની રહી છે પરંતુ સ્થિતી સામાન્ય બનવામાં ખુબ સમય લાગી શકે છે ફિલ્મના શુટિંગ હવે ધીમી ગતિથી શરૂ થયા છે. જો કે રિક્વરીમાં ખુબ સમય લાગી શકે છે. ફિલ્મ ઉદ્યોગમાં પણ મંદી છવાયેલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here