કોરોનાના નાશની ભાવના : શિવ તાંડવ, શિવ ચરિત્ર રંગોમાં કંડારી ઓનલાઇન પ્રદર્શન કર્યું

0
21
Share
Share

રાજકોટ,તા.૧૪

શહેરના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા છેલ્લા ૫ વર્ષથી રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. જેમા કળાકારો દર વર્ષે વિવિધ થીમ પર રંગોળી બનાવે છે. આ વર્ષે કોરોનાને કારણે સહજ રંગોળી ગ્રૂપ દ્વારા ઓનલાઇન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ૧૮ કળાકારોએ રંગોળી કરી છે. સહજ રંગોળી ગ્રૂપના કમલેશ વ્યાસે જણાવ્યું હતું કે, આ વર્ષે રંગોળી એક્ઝિબિશનની થીમ શિવચરીત્ર રાખવામાં આવી છે. શિવજી સર્જનહાર છે. ત્યારે દરેક કળાકારે શિવજીના વિવિધ સ્વરૂપ જેમ મસ્તક છેદન, વિષપાન, નટરાજ, અર્ધનારેશ્વર, ગંગા અવતરણ, ગજમસ્તક ઓરોપણ, તારકાસુર વધ તેમજ શિવ તાંડવને રંગોળીમાં કંડાર્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here