કોરોનાના નવા કેસ ૧૦૩૩ સાથે સ્વસ્થ થનારા દર્દી ૧૦૮૩

0
21
Share
Share

કુલ કેસ ૮૦ હજાર, ૬૨૫૭૯ લોકો ડિસ્ચાજર્, મૃત્યુઆંક ૧પ : ૧૪૪૩૫ એકટીવ દર્દી

 

સુરત ૨૪૩, અમદાવાદ ૧૫૮, વડોદરા ૧૦૯, રાજકોટ ૯૨, જૂનાગઢ ૨૧, ભાવનગર ૨૯, ગાંધીનગર ૩૨ અને જામનગર ૪૪ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરમાં નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૪

કોરોનાને હરાવવા વડાપ્રધાન મોદી દ્વારા ટેસ્ટીંગ વધારવાની શીખ આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાજયમાં પરિક્ષણ વધારવામાં આવ્યા હતા. પરંતુ શેઠની શિખામણ ઝાપા સુધી કહેવતને સાર્થક કરતું આરોગ્ય તંત્રએ પાંચ દિવસ સુધી રોજ અડધા લાખ પરિક્ષણ કર્યા હતાં. પરંતુ આજે ઓછા ટેસ્ટીંગો વચ્ચે પોઝીટીવ દર્દી ઓની સંખ્યા યથાવત છે. પરંતુ સરકારી દાવામાં રીકવરી રેટ ૭૮.૪૦ ટકા નોંધાયો છે. જયારે મૃત્યુદરના આંકડાઓમાં હાથી ઘોડાનો ડિફરન્સ નોંધાયો છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦૩૩ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો ૮૦ હજાર નજીક પહોંચ્યો છે. જયારે ૧૦૮૩ દર્દી ઓ સ્વસ્થ થયા છે અને કુલ ૬૨૫૭૯ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ૧૮ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૦૦ને પાર કર્યો છે. ૧૪૪૩૫ દર્દી ઓની સ્થિતિ સ્થિર છે. જયારે ૬૯ દર્દી ઓને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.

સુરતમાં છેલ્લા એક પખવાડીયાથી નવા દર્દી ઓની સંખ્યાને ડિસ્ચાજર્ થનારા દર્દી ઓની સ્થિતિ એક સરખી જોવા મળી છે. વધુ ૨૪૩ કેસ સાથે કુલ ૧૭ હજારને આંકડો પાર કર્યો છે. અત્યાર સુધીમાં ૫૬૦ લોકોના મૃત્યુ થયા છે. જયારે ડિસ્ચાજર્ ૩૪૦  દર્દી ઓને કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૩૮૪ દર્દી ઓની હાલત ગંભીર છે અને ૨૯૯૫ દર્દી ઓની સ્થિતિ સ્ટેબલ છે. જયારે અમદાવાદ શહેર અને જિલ્લામાં વધુ ૧૫૮ કેસ સાથે કુલ કેસનો આંકડો ૨૯૦૦ને પાર કર્યો છે. ૩ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૬૬૨ પર પહોંચ્યો છે.

સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લામાં અને ૪ મહાનગરોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૭ નવા કેસ નોંધાયા છે. જયારે સરકારી દાવા અને   હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દી ઓના મોતના આંકડામાં જબરો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજકોટની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા ૧પ દર્દી ઓના મોત થયાનું ચોપડે નોંધાયું છે. તેમજ પોરબંદરના સાંસદ અને પુત્રવધુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ બે દિવસ પહેલા રાજકોટની સેન્ટ્રલ જેલના ૨૩ કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતાં જેલ તંત્ર હરકતમાં આવી ગયું છે અને અન્ય  કેદીઓના રિપોર્ટ કરાવવાની કાર્યવાહી તેમજ પોઝીટીવ દર્દી ઓના સંપર્કમાં આવેલા કેદીઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધારે પોઝીટીવ દર્દી ઓની  સંખ્યા ૯૨ સાથે કુલ કેસ ૩૩૬૪ નોંધાયા છે.

રાજયના ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૦૩૩ દર્દી મળી આવ્યા છે. જેમાં સુરત ૨૪૩, અમદાવાદ ૧૫૮, વડોદરા ૧૦૯, રાજકોટ ૯૨, જૂનાગઢ ૨૧, ભાવનગર ૨૯, ગાંધીનગર ૩૨, જામનગર ૪૪, ભરૂચ ૨૨, મોરબી ૨૨, બોટાદ ૧૨, દાહોદ ૧૨, સાબરકાંઠા પ, કચ્છ ૨૪, પંચમહાલ ૨૯, બનાસકાંઠા ૯, મહેસાણા ૨૮, અમરેલી ૨૮, ગીર સોમનાથ ૧૯, મહિસાગર ૮, તાપી પ, પાટણ ૨૧, નર્મદા ૯, ખેડા ૧૧, આણંદ ૯, નવસારી ૧૨, પોરબંદર ૮, અરવલ્લી ૪, વલસાડ પ, સુરેન્દ્રનગર ૧૨, છોટાઉદેપુર ૩ અને દેવભૂમિ દ્વારકામાં ૯ તેમજ અન્ય રાજયના ૪ નવા દર્દી ઓ મળી આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૩૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૬૮

અમદાવાદ કોર્પોરેશન   ૧૪૫

વડોદરા કોર્પોરેશન     ૯૪

સુરત   ૭૫

રાજકોટ કોર્પોરેશન      ૬૦

જામનગર કોર્પોરેશન    ૪૧

રાજકોટ ૩૨

પંચમહાલ      ૨૯

અમરેલી        ૨૮

કચ્છ   ૨૪

મોરબી ૨૨

પાટણ  ૨૧

ભાવનગર કોર્પોરેશન   ૨૦

ગીર સોમનાથ  ૧૯

ગાંધીનગર      ૧૭

મહેસાણા        ૧૭

ભરૂચ   ૧૬

ગાંધીનગર કોર્પોરેશન   ૧૫

વડોદરા        ૧૫

અમદાવાદ     ૧૩

દાહોદ  ૧૨

નવસારી        ૧૨

સુરેન્દ્રનગર     ૧૨

જુનાગઢ કોર્પોરેશન     ૧૧

ખેડા    ૧૧

જુનાગઢ        ૧૦

આણંદ  ૯

બનાસકાંઠા     ૯

ભાવનગર      ૯

દેવભૂમિ દ્ધારકા ૯

નર્મદા  ૯

મહીસાગર      ૮

પોરબંદર       ૮

સાબરકાંઠા      ૫

તાપી   ૫

વલસાડ        ૫

અરવલ્લી       ૪

બોટાદ  ૪

છોટા ઉદેપુર    ૩

જામનગર      ૩

અન્ય રાજ્ય    ૪

કુલ     ૧૦૩૩

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here