કોરોનાના દિવસેને દિવસે કેસમાં ઘટાડો : ૮૫૦ કેસ

0
26
Share
Share

અત્યાર સુધીમાં કુલ ૯૪૩૭૧૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૨૨૭૧૨૮ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા

ગાંધીનગર,તા.૨૭

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૮૫૦ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૯૨૦ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૩.૯૧ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૩,૦૭૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૧૬.૫૪ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯૪,૩૭,૧૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૧,૧૬૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૦૧,૦૫૫ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૦,૪૩૫ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૩ છે. જ્યારે ૧૦,૩૭૨ લોકો સ્ટેબલ છે. ૨,૨૭,૧૨૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૨૮૨ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૭ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૦૪, સુરત કોર્પોરેશનમાં ૦૨ અને વડોદરાનાં ૦૧ દર્દી સહિત કુલ ૦૭ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૮૫૦ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૧૭૨

સુરત કોર્પોરેશન ૧૨૬

વડોદરા કોર્પોરેશન      ૧૦૫

રાજકોટ કોર્પોરેશન      ૬૧

સુરત   ૩૨

રાજકોટ ૩૧

દાહોદ  ૩૦

વડોદરા ૩૦

કચ્છ   ૨૬

મહેસાણા        ૨૨

ભાવનગર કોર્પોરેશન    ૧૯

પંચમહાલ      ૧૬

જામનગર કોર્પોરેશન    ૧૫

ગાંધીનગર      ૧૩

ગાંધીનગર કોર્પોરેશન   ૧૩

ખેડા    ૧૩

મોરબી ૧૧

સુરેન્દ્રનગર     ૧૧

સાબરકાંઠા      ૧૦

અમરેલી        ૯

ભરૂચ   ૮

જુનાગઢ કોર્પોરેશન     ૮

જુનાગઢ ૭

અમદાવાદ     ૬

આણંદ  ૬

બનાસકાંઠા     ૬

પાટણ  ૬

ગીર સોમનાથ  ૫

જામનગર      ૫

મહીસાગર      ૫

ભાવનગર      ૪

બોટાદ  ૩

નર્મદા  ૩

અરવલ્લી       ૨

દેવભૂમિ દ્ધારકા  ૨

નવસારી        ૨

પોરબંદર       ૨

વલસાડ ૨

છોટા ઉદેપુર    ૧

ડાંગ    ૧

તાપી   ૧

કુલ     ૮૫૦

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here