કોરોનાના છેલ્લા ૧૫ દિવસના કેસમાં ૧૮ ટકાનો ઘટાડો થયો

0
15
Share
Share

ભારતમાં કોરોના ધીમે ધીમે પીછેહઠ કરી રહ્યો છે, નવા સંક્રમણના કેસ અને મૃત્યુ મામલે સતત ઘટાડો નોંધાયો

નવી દિલ્હી,તા.૧૭

દેશમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટતો જણાય રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ૧૫ દિવસના સમયગાળામાં સંક્રમણના નવા કેસોમાં ૧૮% ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે કોરોનાથી થતાં મૃત્યુ વિશે વાત કરો તો તેમાં પણ લગભગ ૧૯% જેટલો ઘટાડો જણાયો છે. ભારતમાં આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં કોરોનાના ૧૦,૫૫,૦૬૮ નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારોના દૈનિક આંકડા મુજબ આ આંકડા ઓગસ્ટના પછી કોઈપણ પખવાડિયામાં સૌથી ઓછા આંકડા છે. સપ્ટેમ્બરના બીજા પખવાડિયાની તુલનામાં આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૮.૪% ઓછા કેસ નોંધાયા છે. આ સતત બીજુ પખવાડિયું છે જેમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત પખવાડિયું (૧૬-૩૦ સપ્ટેમ્બર) દરમિયાન પ્રથમ વખત કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયગાળા દરમિયાન સંક્રમણના નવા કેસોમાં ૨.૯%નો ઘટાડો જોવા મળ્યો હતો. કોરોનાથી મૃત્યુ પામનારા લોકો વિશે વાત કરવામાં આવે તો ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં ૧૩,૪૭૪ મૃત્યુ નોંધાયા છે. જે પાછલા પખવાડિયાથી ૧૮.૯% ટકા જેટલા ઓછા છે. સપ્ટેમ્બરના પાછલા ૧૫ દિવસમાં પહેલીવાર મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે તે ઘટાડો ફક્ત ૦.૨% હતો. જ્યારે સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં, કોરોના સંક્રમણના કેસ અને કોરોનાથી મૃત્યુનાં કેસ તેના શિખરે હતા. તે પખવાડિયામાં દેશમાં કોરોનાના કુલ ૧૩,૩૧,૬૬૦ નવા કેસો નોંધાયા હતા(જે અગાઉના પખવાડિયાથી ૨૮.૭% વધારે હતા) અને ૧૬,૬૪૧ મૃત્યુ નોંધાયા છે, જે પાછલા ૧૫ દિવસની તુલનામાં ૧૫.૪% વધારે હતા. આ દરમિયાન દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮ લાખની નીચે પહોંચી ગઈ છે. જે ૩૧ ઓગસ્ટ પછી પહેલીવાર આવું બન્યું છે. જોકે શુક્રવારે ૧૬ ઓક્ટોબરે દૈનિક કોરોના કેસ ૬૦ હજારની ઉપર ૬૨,૫૮૭ રહ્યા હતા. જ્યારે મૃત્યુઆંક છેલ્લા ૬ દિવસમાં સૌથી વધુ ૮૭૧ રહ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here