કોરોનાના કેસો વધતા શહેરમાં અધધ ૧૦૦ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન

0
33
Share
Share

અમદાવાદ,તા.૨૦
એકાએક અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને સરકાર હરકતમાં આવી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા. બોડકદેવમાં કોરોનાના કેસમાં અતિશય વધારો થતા બોડકદેવની સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. બોડકદેવ વિસ્તારની ૩૦થી ૪૫ ફ્લેટની દરેક સ્કીમમાં ૧૦થી ૧૫ પોઝિટીવ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. સેટેલાઈટના ધનંજય ટાવરમાં ૧૦ કેસ નોંધાતા કેન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયું છે. પાલડી-વાસણના ઘણા ફ્લેટોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાનો પગપસેરો થયો છે. ૪૦ કેસ નોંધાતા પ્રેમચંદનગરને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવ્યું છે.
સુભાષબ્રિજ અને મેમનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારના ૬ કલાક સુધી સળંગ ૫૭ કલાકનો કરફયૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો સિવાય અન્ય કોઈ પણ દુકાન કે ધંધાનુ સ્થળ ખુલ્લુ રાખી શકાશે.બીજી તરફ શહેરમાં સોમવારે રાતના ૯થી સવારના ૬ સુધી અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ કરફયૂનો અમલ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં ૪૦૦ વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં ૪૦૦ વધારાની પથારીની સુવિધા કરાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here