કોરોનાના કારણે હવે રાજ્યમાં ૨૩ નવેમ્બરથી નહિ ખુલે શાળા-કોલેજો

0
17
Share
Share

ગાંધીનગર,તા.૨૦
દિવાળીના તહેવાર પછી ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા અનેક નિર્ણયો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ ૨૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. બીજી તરફ રવિવારે સીએની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
૪૦૦ સેન્ટર પરથી ૪.૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પહેલા અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબી નિષ્ણાતોએ ૨૩ નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ ખોલવા સૂચન કર્યું હતું. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉનન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી માંડીને આજ દિન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું.
દિવાળી બાદ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર રાજ્ય સરકાર પહોંચી હતી. આ માટે ૨૩ નવેમ્બરની તારીખ અને સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. પણ દિવાળીના તહેવારમાં કોરોનાના વધતા કેસોનો અભ્યાસ કરતા સંક્રમણ ની ગંભીરતા વધી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો પણ માની રહ્યા છે કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. જાણે કે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here