કોરોનાથી ખતરનાક વાયરસનો ખતરો

0
18
Share
Share

કોરોના કરતા ૧૦ ગણો વધારે ઘાતક અને જીવલેણ વાયરસ…
વર્તમાન કોઇ વેક્સીનની તેના પર કોઇ અસર થશે નહીં : લોકોમાં કોરોનાથી ૧૦ ગણી વધારે ઝડપથી ફેલાય છે : વૈજ્ઞાનિકો ચિંતાતુર
કોરોના વાયરસનો આતંક દુનિયાના ૨૧૩ દેશમાં જારી છે. લાખો લોકોના મોત થઇ ચુક્યા છે અને કરોડો લોકો આ કોરોના મહામારીથી ગ્રસ્ત થઇ ચુક્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી અને અમીર એવા અમેરિકાએ પણ આ કોરોનાની સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. કારણ કે દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ તરીકે હાલમાં અમેરિકા છે. ભારતમાં લાખો લોકો કોરોનાગ્રસ્ત થઇ ચુક્યા છે. કોરોનાને લઇને દુનિયા ત્રાહીમામ પોકારી ગઇ છે ત્યારે કોરોના કરતા વધારે ખતરનાક વાયરસનો ખતરો પણ તોળાઇ રહ્યોછે. ડી૬૧૪જીને આ વાયરસના સુપર સ્પ્રેડર કહેવામાં આવે છે. ટીઓઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે વ્યક્તિમાં ૧૦ ગણી વધારે ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોએ કહ્યુ છે કે હાલમાં જાહેર આરોગ્ય ઉપાય અને જારી પ્રયાસોના કારણે તે કાબુમાં છે. પરંતુ જો એક વખત તેનો વાયરસ વિસ્ફોટ થશે તો તેને કાબુમાં લેવાની બાબત ખુબ મુશ્કેલ બની જશે. મલેશિયાના આરોગ્ય મહાનિર્દેશકે તમામ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સાફ સફાઇ રાખવાની જરૂર છે. કારણ કે મલેશિયામાં જોવા મળેલા કોરોનાના ડી ૬૧૪જી ( ડી૬૧૪જી) મ્યુટેશનને સામાન્ય વાયરસ તરીકે ગણી શકાય નહીં. તમામ લોકો સારી રીતે જાણે છે કે બાકી દેશોની તુલનામાં મલેશિયાએ કોરોના પર પણ બ્રેક મુકવામાં સફળતા મેળલી છે. હેવાલોમાં દાવો કરવામા આવ્યો છે કે કોરોનાના ડી૬૧૪જી નામના મ્યુટેટ વાયરસના ત્રણ કેસો હજુ સુધી સપાટી પર આવ્યા છે. ૪૫ લોકોની તપાસમાં આ નવા કેસોનો ખુલાસો થયો છે. જેમાં એક રેસ્ટોરન્ટ માલિક પણ છે. જે ભારતથી મલેશિયા પહોંચ્યા હતા. તેમને ૧૪ દિવસના જરૂરી હોમ ક્વારન્ટીનના નિયમોના ભંગ કરવાના મામલે પાંચ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. સાથે સાથે દંડની રકમ પણ ફટકારવામાં આવી હતી.એમ કહેવામાં આવ્યુ છે કે ફિલીપાઇન્સથી પરત ફરનાર લોકોમાં આ નવા મ્યુટેટ વાયરસના મામલા સપાટી પર આવ્યા છે. મલેશિયાના આરોગ્ય મહાનિર્દેશકે લોકોને કોરોનાથી બચવા માટેના નિયમોને પાળવા કહ્યુ છે. કોરોના સંબંધિત નિયમો અને ધારાધોરણ પાળવા માટે કહેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે આસપાસના વિસ્તારોમાં સાવધાની રાખવાની જરૂર છે. લોકો પોતાની સ્વચ્છતા પર ધ્યાન આપે તે જરૂરી છે. નિયમિત રીતે હાથ ધોવામાં આવે તે જરૂરી છે. જાહેર સ્થળો પર માસ્ક પહેરીને ફરવામાં આવે તે જરૂરી છે.સોશિયલ ડિસ્ટેન્સિગના નિયમો પાળવામાં આવે તે પણન જરૂરી છે. તેમણે કહ્યુ છે કે લોકોના સહકાર સાથે જ કોરોના પર બ્રેક મુકી શકાય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અન્ય દેશોની તુલનામાં મલેશિયાએ કોરોના પર પણ બ્રેક મુકી છે. અહીં ગયા શનિવાર સુધી ૨૬ નવા કેસો સપાટી પર આવ્યા છે. જ્યારે દુનિયાના દેશોમાં કોરોનાના કેસો રેકોર્ડ ગતિથી વધી રહ્યા છે ત્યારે મલેશિયામાં કોરોના વાયરસના ૯૨૧૨ કેસો સપાટી પર આવ્યા છે. મલેશિયામાં કોરોનાના કારણે હજુ સુધી ૧૨૫ લોકોના મોત થયા છે. જ્યારે ૮૮૭૬ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા, ભારત સહિતના દેશો કોરોના વાયરસના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. કોરોનાના કારણે દુનિયા ત્રાહીમામ પોકારી ચુકી છે અને વૈશ્વિક દેશોની કમર આર્થિક રીતે લોકડાઉન અને કઠોર નિયંત્રણોના કારણે તુટી ગઇ છે ત્યારે બીજા ઘાતક વાયરસને લઇને પહેલાથી જ તબીબો અને વૈજ્ઞાનિકો સાવધાન રહે તે જરૂરી છે. કોરોના કરતા વધારે ખતરનાક વાયરસના ખતરાના સમાચાર સાંભળીને જ લોકો ફફડી રહ્યા છે. નવી ચર્ચા છેડાઇ ગઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here