કોરોનાએ રેલ રાજયમંત્રી સુરેશ અંગાડીનો ભોગ લીધો

0
27
Share
Share

કર્ણાટકની બેલગાવી બેઠક પરથી સતત ચાર ટર્મથી તેઓ લોકસભામાં ચૂંટાઇ આવેલ હતા

નવી દિલ્હી તા. ૨૩

દેશમાં કોરોનાનો હાહાકાર નિયંત્રણમાં આવી રહયાનાં સરકારના દાવા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અહીંની એઇમ્સ ખાતે કોરોનાની અસરથી સારવાર અર્થે દાખલ કરાયેલ રેલ રાજય મંત્રી સુરેશ અંગાડી (ઉ.વ. ૬પ) નું આજે નિધન થયેલ છે.

સુરેશ અંગાડી છેલ્લી ચાર ટર્મથી કર્ણાટક રાજયની બેલગાવી બેઠક પરથી ભાજપ તરફથી સતત ચુંટાઇ આવ્યા હતા તેઓ કર્ણાટક ભાજપના અગ્રણી નેતાઓમાં સ્થાન ધરાવતા હતાં તેઓનો જન્મ તા. ૧ જુન ૧૯પપનાં રોજ થયો હતો. તેઓને આશરે ૧૦ દિવસ પહેલા સંસદના સત્ર પ્રારંભ પૂર્વે કોરોના પરિક્ષણ કરવામાં આવતા તેઓ કોરોનાગ્રસ્ત નીકળતા તેમને એઇમ્સ ખાતે સારવાર અર્થે ખસેડાયેલ હતા.

રેલ્વે રાજય મંત્રીના નિધનથી કેન્દ્રિય મંત્રીઓ, વડાપ્રધાન અને ભાજપ આગેવાનોએ ઉંડા આઘાત સાથે શોકની લાગણી વ્યકત કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here