કોરોનાઃ વડોદરામાં માતાજીની પધરામણીની વાત વહેતી થતાં ૩,૦૦૦ લોકો એકઠા થયા

0
36
Share
Share

વડોદરા,તા.૨૨

શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ધજાગરા ઉડતા હોય તેવો એક બનાવ સામે આવ્યો છે. શહેરના ખોડિયારનગર માં એક સાથે ત્રણ હજાર જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. આ તમામ લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સિંગ ન હતું, એટલું જ નહીં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું. એક વ્યક્તિને માતાજી આવ્યાની જાણકારી મળ્યા બાદ લોકોના ટોળે ટોળે એકઠા થઈ ગયા હતા. કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે ત્યારે કોઈ જ તકેદારી વગર આટલી સંખ્યામાં મોટી ભીડ એકથી થવાથી ચોક્કસ કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો રહી છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા છતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી,

ત્યાં સુધી કે પોલીસને જાણ જ ન હતી કે આવું કંઈ થયું છે. આ અંગેના વીડિયો વહેતા થયા બાદ પોલીસ સક્રિય બની હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના ખોડીયારનગર વિસ્તારમાં માતાજીની પધરામણી થઈ હોવાની વાત ફેલાઈ હતી. અહીં એક વ્યક્તિ ધૂણી રહી હતી. જે બાદમાં ગઈકાલ રાતથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા. ફક્ત વડોદરા જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો વડોદરા ખાતે એકઠા થયા હતા. જે બાદમાં આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ ધૂણી રહી હતી. આ દરમિયાન અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અહીં કોઈએ માસ્ક પણ પહેર્યું ન હતું. લોકો એક બીજા પર અબીલ અને ગુલાલ ઉડાવી રહ્યા હતા.

ઢોલ અને નગારાના તાલે લોકો ઝૂમી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયાની પોલીસને જાણ પણ થઈ ન હતી. જે બાદમાં વીડિયો વહેતા થતાં પોલીસ અચાનક જાગી હતી અને છ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં મુખ્ય વ્યક્તિ કાંતિલાલ વાઘેલા સહિત છ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ આખો બનાવ અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાથી લોકો જેમ જેમ સમાચાર મળતા ગતા તેમ તેમ એકઠા થતા ગયા હતા. આ સરઘસને જોવા માટે પણ અનેક લોકો પોતાના ઘરે અને શેરીઓમાં નીકળી પડ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here