કોબરા કમાન્ડોના મોતનો મામલે ઉઠી સીબીઆઈ તપાસની માંગ, થઇ વિશાળ રેલી

0
20
Share
Share

કોડીનાર,તા.૨૧
કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ ૫માં સીઆરપીએફ કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારના મોતને લઈને કોડીનારમાં સ્થાનિકોએ ન્યાય આપવાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. સ્થાનિકો સીબીઆઈ તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.સ્વ.અજીતસિંહ પરમારના મધ્યપ્રદેશમાં રહસ્યમય મૃત્યુ અને રેલવે પોલીસ દ્વારા કોઈપણ જાતની તપાસ વગર દફનવીધીને લઈને સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યાં હતા. કોડીનારમાં સ્થાનિક લોકોએ વિશાળ રેલી યોજી ભારત માતા કી જય અને સીબીઆઈ તપાસની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યાં હતા. સ્થાનિકોએ રેલી યોજી મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા અને મામલદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.
મહત્વનું છે કે મૃતક કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને સ્ઁ લેવા પહોંચ્યા હતા. તેઓએ એમપી પોલીસ, રેલવે પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તમામ એજન્સીઓ અને પ્રશાસને કમાન્ડોના મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી છે. એટલું જ નહીં બોડી આપવા અને પેનલ પીએમ કરવામાં પણ આનાકાની કરવામાં આવી હતી. સીઆરપીએફ પર મૃતક કમાન્ડોનાં મામાએ આરોપ લગાવ્યો છે કે, ’સીઆરપીએફ ખુદ આ મોતમાં સામેલ હોઈ તેવી આશંકા છે..!!
૧૩ નવેમ્બરના રોજ અજિતસિંહ ટ્રેનમાં રવાના થયા હતા. બાદમાં તેઓ ટ્રેનમાંથી ગુમ થયા હતા અને તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો, આથી ૧૪ નવેમ્બરના રોજ પરિવારજનોએ ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટિ્‌વટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના ૧૦ કલાકમાં જ મધ્યપ્રદેશની રતાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખવામાં આવ્યો હતો, જેને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. આથી પરિવારજનો રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે હવે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here