કોપીનો સફાયો કરવો મુશ્કેલ

0
8
Share
Share

અંકુશ મુકવાના પ્રયાસ ચોક્કસપણે કરવામાં આવી શકે છે

આઇટી એક્ટમાં ફિલ્મ પાયરેસીને રોકવા માટે જોગવાઇ નથી : ફિલ્મની ટિકિટોની કિંમત પણ ઘટાડવામાં આવે તો ફાયદો થઇ શકે છે

પાયરેસીનો ડંખ બોલિવુડને ઝેલવાની ફરજ પડી રહી છે. તે રોજગારી પર પણ સીધી અસર કરે છે. કોરોના વાયરસની પણ હવે બોલિવુડમાં અસર થઇ છે. પાયરેસીના સમસ્યા અને તેના પર અંકુશ મુકવાની બાબતને લઇને હમેંશાથી ચર્ચા રહી છે. પાયરેસી સામે તાજેતરમાં ઝડપથી લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. બોલિવુડના સંબંધિત લોકો દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી દીધી છે. એક ફિલ્મ બનાવવામાં ખુબ પૈસા ખર્ચ થાય છે. કેટલાક લોકોના રોજગાર તો ફિલ્મ સાથેજ જોડાયેલા છે. જેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે પાયરેસીની સામે એક મત થઇ રહી છે. પાયરેસીૂની ફિલ્મ પર માઠી અસર થાય છે. ફિલ્મ નિર્માતાને વધારે નુકસાન થાય છે. સારી પટકથા ધરાવતી ફિલ્મો લીક કરવામાં આવે છે. ઓછા લોકપ્રિય ચહેરા ધરાવતી ફિલ્મ બનાવવા માટે નાણાં ઓછા ખર્ચ કરવામાં આવે છે પરંતુ મોટા સ્ટાર ધરાવતી ફિલ્મ બનાવવા પાછળ તો જંગી નાણાં ખર્ચ કરવામાં આવે છે. પાયરેસીના સફાયાની બાબત તો શક્ય દેખાતી નથી પરંતુ તેના પર કેટલાક પગલા લઇને અંકુશ મુકી શકાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે સરકારને પણ કઠોર નિયમો બનાવવાની જરૂર છે. આના માટે નિષ્ણાંતોની કમિટી બનવી જોઇએ. સામાન્ય લોકો પણ પાયરેસીના મામલે તમામ બાબતો જાણે છે. પાયરેસી ફિલ્મ જોવાની બાબત એક ચોરી સમાન છે. મોઘા ટિકિટ પાયરેસીના માંગને વધારી દેવા માટે ચોક્કસ પણે કારણરૂપ છે. કારણ કે સામાન્ય ફિલ્મને નિહાળવા માટે કોઇ પણ પરિવાર ૨૦૦૦ રૂપિયા ખર્ચ કરશે નહી. આવી સ્થિતીમાં તે વેબસાઇટ પરથી જ આવી ફિલ્મ ડાઉનલોડ કરી નાંખે છે અને ઘરમાં જોઇ નાંખે છે. જો કે કેટલાક લોકો માને છે કે શહેરોમાં હજુ પણ સિંગલ સ્ક્રીન રહેલા છે જ્યા સસ્તામાં ફિલ્મ નિહાળી શકાય છે. થિયેટરના જાદુને ક્યારેય લેપટોપ અને સ્માર્ટ ફોન પર મેળવી શકાય નહી. પરંતુ લોકોને વિચારવાની  જરૂર છે કે આવા સરળ મનોરંજનના ચક્કરમાં તેઓ કેટલાક લોકોની રોજગારી પર લાત મારી રહ્યા છે. લોકોને સમજી લેવાની જરૂર છે કે આ ફિલ્મની પાછળ સેંકડો લોકોની રોજગારી જોડાયેલી હોય છે. ફિલ્મ સારો કારોબાર કરે છે તો ઇન્ડસ્ટ્રીઝ આના કારણે આગળ વધે છે. પરંતુ પાયરેસી ફિલ્મના કારણે તેની ગણતરી પર માઠી અસર થાય છે. લોકો દસ રૂપિયા ખર્ચ કરીને પાયરેટેડ ફિલ્મને પોતાના મોબાઇલમાં  અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી નાંખે છે. આ બાબત ચોક્કસપણે ખોટી અને ગેરકાયદે છે. પાયરેસીના શિકાર થયેલી મોટી ફિલ્મમાં રજનિકાંતની કબાલી પણ સામેલ છે. પ્રથમ દિવસે જ ૫૫ કરોડ રૂપિયાની કમાણી કરનાર આ ફિલ્મના રજનિકાતના એક્શન ફિલ્મ રજૂ કરવામાં આવ્યાના ૭૦ મિનિટમાં જ લીક થઇગયા હતા. ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. જો કે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ૩૫૦ કરોડની કમાણી કરી હતી પરંતુ પાયરેસીના કારણે તેને પણ નુકસાન થયુ હતુ. બીજી બાજુ ઉડતા પંજાબના ૭૩૨ લેબસાઇટ પર લિન્ક મળી આવ્યા હતા. આ ફિલ્મ ૪૦ કરોડના ખર્ચે આ ફિલ્મ ૪૦ કરોડના ખર્ચે  કરવામા ંઆવી હતી. જ્યારે આવક ૧૦૦ કરોડ રૂપિયાની રહી હતી. ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ૩૫ કરોડમાં બની હતી અને આવક ૧૧ કરોડ રૂપિયા રહી  હતી. જાણકાર લોકો માને છે કે કોઇ પણ વ્યક્તિ પેટ કાપીને તો ફિલ્મ નિહાળવા જશે નહી. નિર્માતા અને નિર્દેશકો તથા સરકાર માત્ર કમાણીને જ નહી બલ્કે લોકોની સંખ્યાને પણ ધ્યાનમાં લે તે જરૂરી છે. ટિકિટની કિંમત ઓછી હોવી જોઇએ, સાથે સાથે કાયદાકીય જોગવાઇ પણ કઠોર  હોવી જોઇએ. દેશના આઇટી એક્ટમાં ફિલ્મ પાયરેસીને રોકવા માટે હજુ સુધી કોઇ ખાસ જોગવાઇ નથી.અમને વધારે કઠોર કાયદા બનાવવાની જરૂર છે.

કોરોના વાયરસના દોરમાં ફિલ્મો પહેલાથી જ બંધ છે. સિનેમાહોલ બંધ છે. કોરોના વાયરસ લોકડાઉનના કારણે તમામની હાલત ખરાબ થયેલી છે. હવે અનલોક થયા બાદ ફિલ્મ નિર્માણની શરૂઆત થઇ રહી છે. જો કે કોપી અને કોરોનાનાના કારણે હવે વધારે નુકસાન થનાર છે.

પાયરેસીનો બોલિવુડને ડંખ

વેબસાઇટ પરથી ફિલ્મો ડાઉનલોડ કરી લેવાનો ક્રેઝ

ફિલ્મ લીક થવા અને પાયરેસીના ગોરખધંધાના કારણે કરોડોનો ફટકો પડી રહ્યો છે. જેના કારણે હાલના સમયમાં બોલિવુડની મોટી ફિલ્મોના પણ શ્વાસ ફુલાઇ રહ્યા છે. પરદા પાછળના વિલન સક્રિય હોવાના કારણે હિરો પણ હવે જીરો છે. માયાવી સંસાર ફિલ્મો રચે છે. અંધારો થવાની સાતે જ અલગ જીવનના જુદા જુદા રંગ ઉભરી આવે છે.પરંતુ પરદાની પાછળ રહેલા વિલનના કારણે હવે સ્ટોરીમાં ટિ્‌વસ્ટ આવી રહ્યા  છે. પાયરેસીનો ડંખ બોલિવુડને ઝેલવાની ફરજ પડી રહી છે. તે રોજગારી પર પણ સીધી અસર કરે છે. પાયરેસીના સમસ્યા અને તેના પર અંકુશ મુકવાની બાબતને લઇને હમેંશાથી ચર્ચા રહી છે. પાયરેસી સામે તાજેતરમાં ઝડપથી લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. બોલિવુડના સંબંધિત લોકો દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી દીધી છે. મોઘા ટિકિટ પાયરેસીના માંગને વધારી દેવા માટે ચોક્કસ પણે કારણરૂપ છે. કારણ કે સામાન્ય ફિલ્મને નિહાળવા માટે કોઇ પણ પરિવાર ૨૦૦૦ રૂપિયા ખર્ચ કરશે નહી. આવી સ્થિતીમાં તે વેબસાઇટ પરથી જ આવી ફિલ્મ ડાઉનલોડ કરી નાંખે છે અને ઘરમાં જોઇ નાંખે છે. જો કે કેટલાક લોકો માને છે કે શહેરોમાં હજુ પણ સિંગલ સ્ક્રીન રહેલા છે જ્યા સસ્તામં ફિલ્મ નિહાળી શકાય છે.

પાયરેસીના કારણે વિશ્વભરમાં ભારે નુકસાન થઇ રહ્યુ છે

૫૦૦૦ કરોડ રૂપિયાની કમાણી દેશમાં દર ર્વો પાયરેસી મારફતે થાય છે

૧૯ હડાર કરોડ રૂપિયાનુ કદ ભારતીય ફિલ્મ ઉદ્યોગનુ છે

૭૫ પાયરેસી વેબસાઇટની સાથે અમેરિકા ટોપ પર છે

૧૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે બોલિવુડ ફિલ્મ પાયરેસી થી પાકિસ્તાન સ્થિત એજન્ટોને મળી જાય છે

પાયરેસી માટે ઇન્ટરનેટ સૌથી મોટા ગેટવે તરીકે છે

૫૦ અબજ રૂપિયા વાર્ષિક ભારતીય ફિલ્મ ઉદ્યોગ પાયરેસીના કારણે ગુમાવે છે

એક ફિલ્મ માટે આશરે ૧૫૦૦ પ્રિન્ટ રજૂ કરવામાં આવે છે

૬૦ ટકા કલેક્શન ફિલ્મ માટે પ્રથમ સપ્ચાહમાં જ થઇ જાય છે

૧૬ લાખ લોકો બાહુબલીને રજૂ કરવામાં આવ્યાના પ્રથમ સપ્તાહમાં જ ડાઉનલોડ કરીને નિહાળી લીધી હતી

૭૧ હડાર નોકપી અમેરિકા દર વર્ષે પાયરેસી બિઝનેસના કારણે ગુમાવી દે છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here