કોન-ટિકી અભિયાન

0
31
Share
Share

વિજ્ઞાન જગતમાં કોઇપણ નિર્જીવ વસ્તુની  ઉંમર નક્કી કરવાની હોય તો રેડિયો કાર્બન ટેસ્ટ કરવામાં આવે છે.  જ્યારે સજીવનો ઇતિહાસ અને ઉંમરની  નિર્ધારણ આમાં કરવા માટે જિનેટિક ટેસ્ટ એટલે કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે.   અમેરિકામાં થતા સ્વીટ પોટેટો એટલે કે સક્કરીયા,  પ્રશાંત મહાસાગરમાં આવેલ એક હજાર કરતા વધારે ટાપુઓમાં કેવી રીતે પહોંચ્યા હતા? એક થિયરી મુજબ આદિજાતિના અમેરિકન પ્રશાંત મહાસાગરમાં આવેલ પોલિનેશિયા તરીકે ઓળખાતા ટાપુઓમાં સક્કરીયા સાથે લઈ ગયા હતા.બીજી થિયરી મુજબ પોલિનેશિયાના આદિવાસી દક્ષિણ અમેરિકા ખંડમાં આવી, વળતી મુસાફરીમાં સક્કરીયા પોતાની સાથે લઈ ગયા હતા.  જોકે સૌથી વધારે યોગ્ય થીયરી વૈજ્ઞાનિકોને લાગતી હતી કે, આદિજાતિના અમેરિકન પ્રશાંત મહાસાગરમાં આવેલા પોલિનેશિયા ટાપુ પર સૌ પહેલા પહોંચ્યા હતા.

યુરોપિયન પ્રજા અહીં પહોંચે તે પહેલા,  અમેરિકન આદિજાતિના આદિવાસીઓ અહીં પહોંચી ગયા હતા.  આખરે વિજ્ઞાાન આ સમસ્યાને ઉકેલીને જવાબ આપી દીધો છે.  તાજેતરમાં થયેલ ડીએનએ એટલે કે જિનેટિક ટેસ્ટ બતાવે છે કે પોલિનેશિયા ટાપુના લોકોમાં,  અમેરિકન આદિવાસી પૂર્વજોનું ડીએનએ વણાયેલું છે.  સામાન્ય લાગતી આ થિયરી પાછળ ઇતિહાસ,  પુરાતત્વ વિજ્ઞાન,  નૃવંશશા અને  અનોખા માનવીઓનું અનોખું સાહસ સંકળાયેલું છે. પોલિનેશિયાના આદિવાસીઓ  વહાણવટું ખેડવામાં ખૂબ જ માહિર ગણવામાં આવે છે.  તેઓ નક્ષત્ર અને તારા આધારિત દીશા-શોધન અને માર્ગ-નિર્ધારણ પદ્ધતિ વાપરતા હતા. આ ટાપુઓ દક્ષિણ અમેરિકા,  ઓસ્ટ્રેલિયા જેવા વિશાળખંડથી  ૫ થી ૭ હજાર કિલોમીટર દૂર આવેલા છે.  ઇતિહાસકારોને એ સવાલ સતાવે છે કે,  જ્યારે વિશાળ જહાજ બાંધવાની શરૂઆત નહોતી થઈ ત્યારે,  આદિજાતિના લોકોએ આટલી લાંબી મુસાફરી કઈ રીતે  કરતા હશે? આ સવાલનો જવાબ આપવા માટે,  નોર્વેના લેખક અને સાહસિક માનવી થોર હ્યારદાલ્હ એક અનોખી યાત્રા માટે તૈયાર થાય છે.  તે માનતો હતો કે પ્રાચીન આદિ-પ્રજા લાકડાના  તરાપા બાંધીને  હજારો કિલોમીટરની સાગરયાત્રા,  મહાસાગરના પાકૃતિક પવનની દિશાનો લાભ લઈને કરતા હશે. આ વાતને સાબિત કરવા માટે તેમણે અમેરિકાના કોલંબિયા રાજ્યથી બાલ્સા વૃક્ષના બનેલા તરાપામાં પાંચ સાથીદાર સાથે અનોખી સાહસયાત્રા શરૂ કરી હતી.  બાલસા વૃક્ષના  લાકડામાંથી બનાવેલ તરાપામાં,  દરિયાઈ પવનની દિશા અને અસરનો ઉપયોગ કરી,  દક્ષિણ અમેરિકાના કોલંબિયાથી  પોલિનેશિયાના ટાપુઓ સુધીની સફર ખેડી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here