કોદરાલીની દૂધ મંડળીમાં હોબાળો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

0
26
Share
Share

વડગામ,તા.૧૨

બનાસ ડેરીની ચૂંટણીને લઇને ફરી ગરમાવો આવ્યો છે. વડગામના કોદરાલીની દૂધ મંડળીમાં હોબાળો મચતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. મંડળીના સભ્યને અપમાનિત શબ્દ બોલતા છાપી પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ છાપી દૂધ મંડળીના મંત્ર અને ચેરમેન રેકોર્ડ લઇને ફરાર થયા હતા.

હોબાળાને પગલે કોદરાલી દૂધ મંડળી બંધ રખાતા પશુપાલકો અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી માટે બનાસકાંઠા અને પાટણની ૧ હજાર ૪૦૦ મંડળીઓના ઠરાવ કરાયા છે. આ મંડળીઓમાં છેલ્લા દોઢ મહિનાથી પ્રક્રિયા ચાલી રહી હતી. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ૧૫ સભ્યોના પ્રતિનિધિમંડળ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં ૧ હજાર ૨૯૧ મંડળીઓને મતનો અધિકાર છે. મહત્વનું છે કે બનાસ ડેરી નિયામક મંડળની મુદ્દત ૨૦૨૦માં પૂરી થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here