કોડીનાર, તા.૧૩
કોડીનારના હાદર્ સામ એસ.ટી.સ્ટેન્ડ નજીક માગશર વદ-૧૩ ના રોજ સંતો-મહંતોના કરકમળો તેમજ સર્વે સમાજ દ્વારા અને શ્રીરામ ભક્તોની વિશાળ હાજરીમા ઢોલ નગારાના તાલે ઉત્સાહવર્ધક વાતાવરણમાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિસમર્પણ મહા અભિયાન કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે સોમનાથ મંદિર કોડીનાર, ખોડીયાર મંદિર અને મહાકાલી મંદિર સુગાળા ના મહંતશ્રીઓએ શ્રી રામ ભગવાન તથા ભારત માતાની આગળ દીપ પ્રાગટ્ય કરી આર્શિવચન આપેલ અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ મહાઅભિયાન ની પત્રીકા નું વિમોચન કરવામાં આવેલ…ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લા અધિકારીએ અને વિવિધ સમાજ શ્રેષ્ઠીઓએ માર્ગદર્શન આપેલ કે સમગ્ર સમાજના જન જન સુધી ભગવાન શ્રીરામનો સંદેશો પહોંચાડીને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું નામ ગુજતું રહે તેવું ભવ્યાતિભવ્ય મંદિર ના નિર્માણ માં સર્વે ને રામ દૂત તરીકે કાર્ય કરવાનું જણાવેલ.