કોડીનાર : વડનગર ખાતે આંદોલનમાં જોડાવા ગુજરાત જન અધિકાર મંચની ચીમકી

0
26
Share
Share

ગીરગઢડા, તા.૧૪

સ્થાનિક રોજગારીના મુદ્દાને લઈને તા.૨૫/૯ થી વડનગરના યુવાનોનું આદોલન ચાલી રહ્યું છ, હાલ ગામના આગેવાનો દ્વારા અન્નનો ત્યાગ કરીને આમરણ ઉપવાસ કરી રહ્યા છે, કંપની વડનગર ગામે આવેલી હોઈ એટલે  ડસ્ટિંગ, કેમિકલયુક્ત પાણી અને કંપનીનો અન્ય ઘસારો વડનગર ગામ અને સ્થાનિક લોકોને કયાંક અને કયાંક ભોગવવો પડતો હોય એટલે સ્થાનિક યુવાનોને કંપનીમાં રોજગારી મળવી જોઈએ માંગણી પણ સ્વાભાવિક છે, આમ યોગ્ય માંગણી સાથે ઘણા બધા દિવસોથી વડનગરના યુવાનો દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન ચાલતુ હોવા છતા કંપનીના અધિકારીઓ દ્વારા અત્યાર સુધી યુવાનોને સંતોષ થાય એ રીતે પ્રશ્નનું નિરાકરણ થાય એવો હકારાત્મક અભિગમ પણ દાખવવામાં આવ્યો નથી અને સ્થાનિક લોકોને નજરઅંદાજ કરી સ્થાનિક લોકોના સ્વમાન પર ઘા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વડનગર ગામે ચાલતા આંદોલનમાં યુવાનોની માંગણીઓનું કંપની દ્વારા મઘ્યસ્થી કરી તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે પરંતુ ટૂંક સમયમાં જો આ આંદોલનનો અંત નહી આવે તો આ આંદોલનમાં સ્થાનિક રોજગારી, વડનગર ગામના ગૌચરમાં ગેરકાયદેસરના ખનન, ખુલ્લી લીઝોમાં પ્રોટેકશન વોલ, ડસ્ટિંગ તેમજ કેમિકલયુક્ત પાણી અને અન્ય મુદાઓને લઈને જન અધિકાર મંચ ગુજરાતનાં પ્રદેશ પ્રવિણ રામે સક્રિય રીતે જોડાશે તેવી તાકીદ લેખિત રીતે અંબુજા સિમેન્ટનાં મેનેજમેન્ટને તાકીદ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here