કોડીનાર-પ્રાંચી-ડોળાસા ગામની શાળાઓએ ફી માફી કરતા વાલીઓમાં આનંદની લાગણી

0
14
Share
Share

કોડીનાર, તા.૨૨

હાલના સમયે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લોકોને આર્થિક, શારીરીક અને માનસિક મુશ્કેલીઓ ઘણી વધી છે ત્યારે લોકોને પોતાના વ્યવહારો જાળવી રાખવા પણ કઠિન થયા છે ત્યારે ગીર સોમનાથ શાળા સંચાલક મંડળના અઘ્યક્ષ કરસનભાઈ સોલંકીએ આજે પત્રકાર પરીષદ યોજી અને જણાવ્યું હતુ કે હાલના સમયે એક દરેક વાલીઓને પોતાના બાળકોના ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણ આપવું એ પણ જરૂરી છે અને હાલની ખાનગી શાળાઓની મસ મોટી ફીના પેકેજો ભરવા અઘરા થયા છે ત્યારે જિલ્લા કક્ષાએ અમારા જેવી અનેક સંસ્થાઓ મોટા સીટીની સાપેક્ષમાં નજીવી ફી માં ડે સ્કૂલ ચલાવી વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપીએ જ છીએ તેમાં પણ હાલના કપરા સમયમાં અમારા ઘ્યાને અનેક વાલીઓના પ્રશ્નો આવતા મેં ચાલુ વર્ષે સોમનાથ સાયન્સ એકેડીમિકમાં ધો.૧૧-૧૨ સાયન્સની પ્રથમ સત્રની ફી માફી જાહેર કરી છે જેનો લાભ ચાલુ વર્ષે ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ મળશે તેમજ અમારી સંસ્થા દ્વારા ચાલતા અન્ય કોર્ષમાં પણ અલગ અલગ ફી માફી જાહેર કરી છે અને ચાલુ વર્ષે જરૂરી લાગતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી કરવામાં આવશે તેવુ જણાવ્યું હતુ.

વધુમાં જણાવ્યું હતુ કે આવી રીતે દરેક સંસ્થાઓએ આ મહામારીમાં ફી માફી જાહેર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત આપવી જોઈએ એજ સાચા અર્થમાં દેશ સેવા છે. કોડીનારમાં સોમનાથ સાઈસન્સ સચા અર્થમાં દેશ સેવા છે. કોડીનારમાં સોમનાથ સાઈસન્સ એકેડેમી અને દક્ષિણા મૂર્તિ સહિત અન્ય એક બે શાળાએ જ ફી માફીનો નિર્ણય કર્યો છે ત્યારે કોડીનારની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ પ્રથમ સત્રની ફી માફીનો નિર્ણય ત્વરિત લઈ કોરોનાના કપરા સમયમાં વાલીઓને રાહત આપે તેવી માંગણી ઉઠવા પામી છે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here