કોડીનાર પાલીકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકીના યુવાન પુત્રનો રિવોલ્વરની ગોળી ખાઈ આપઘાત

0
30
Share
Share

રાજમોતી પરીવારના આશાસ્પદ યુવાન મિતરાજસિંહ સોલંકીએ કોઈ અકળ કારણોસર સ્યુસાઇડ કરતા તાલુકાભરમાં શોકનું મોજું

કોડીનાર તા.૨૬

જૂનાગઢ ના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ભત્રીજા અને કોડીનાર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીના ૨૨ વર્ષીય આશાસ્પદ યુવાન પુત્ર મિત સોલંકીએ આજે બપોરે  તેમના નિવાસે જમણે લમણે રિવોલ્વર થી ફાયરીંગ કરી સ્યુસાઇડ કરતાં ચકચાર મચી છે.આ ઘટના ની વિગત મુજબ કોડીનાર ના રાજકીય પરીવાર ગણાતાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીના યુવાન આશાસ્પદ પુત્ર મિતરાજસિંહ સોલંકી ઉ.વ.૨૨ એ આજે દેવળી સ્થિત તેમના માનઘર નિવાસ સ્થાને બપોરે ૧ થી ૨ ની વચ્ચે તેના મિત્ર ની રિવોલ્વર વડે જમણે લમણે રિવોલ્વર વડે ફાયરીંગ કરી કોઈ અકળ કારણોસર સ્યુસાઇડ કરતા આ અંગે તેમના પરિવારજનો ને જાણ થતા તેને પ્રથમ અબુંજા હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ફરજ પર ના ડોકટરે તેને મૃત જાહેર કરતા તેના મૃતદેહ ને પોસ્ટ માટર્મ માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડતા ત્યાં કોડીનાર ના રાજકીય આગેવાનો સહિતના લોકોક મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.મગજ ના ભાગ માં ગોળી વાગેલી હોય ફાયર કે મિસ ફાયર જેવી ચોક્કસ વિગત જાણવા જામનગર પી.એમ માટે મોકલેલ છે.બનાવ ની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here