કોડીનાર : નોટરી સમક્ષ કરેલા સોગંદનામાનાં આધારે વડિલો પૂર્વજિત ખેતીની જમીનોમાંથી નામ કમી થઈ શકશે

0
15
Share
Share

કોડીનાર, તા.૧૧

વર્ષ ૨૦૦૧ પહેલા વડીલો પૂર્વજિત વારસાઈથી સંયુક્ત નામે આવેલ જમીનોમાંથી નામો કમી કરવા તલાટી રૂબરૂ મુલાકાત આપવામાં આવતી હતી ત્યારબાદ વર્ષ ૨૦૦૧ પછી મામલતદાર અથવા નોટરી રૂબરૂ સોગંદનામાથી નામો કમી કરવામાં આવતા હતા પરંતુ વર્ષ ૨૦૧૫ થી સંયુક્ત નામની જમીનોમાંથી ફુઈ-ભત્રીજા, ભાઈઓ-બહેનોના નામો કમી કરવા માટે ફરજીયાત ફારગતી દસ્તાવેજ નોંધાવવાની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ તેમા ખુબજ મુશ્કેલીઓ તથા અગવડતા ઉભી થતી હોવાથી ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા.૧૪/૩/૨૦૧૬ ના પરીપત્રથી સુધારો કરી આવા નામો કમી કરવા ફારગતી દસ્તાવેજ નોંધાવવો ફરજીયાત નથી તેવુ ઠરાવેલ જેના આધારે આખા ગુજરાતમાં નોટરી રૂબરૂના સોગંદનામા/કબુલાતથી નામો કમી થતા હતા પરંતુ કોડીનાર તાલુકો જાણે કે ગુજરાતમાં આવતો ન હોય તે રીતે કોડીનાર તાલુકામાં નોટરી રૂબરૂના સોગંદનામાના આધારે નોંધો દાખલ કરવામાં આવતી ન હતી જેના લીધે માત્ર કોડીનાર તાલુકાના ખેડુતો જ મોટી મુશ્કેલીઓ તથા હેરાનગતોનો સામનો કરી રહેલ હતા જે બાબતે કોડીનારના વકીલ પ્રતાપસિંહ વી.ચાવડા દ્વારા કરવામાં આવેલ અવાર નવારની રજુઆતો તેમજ કેબીનેટ મંત્રી કુવરજી બાવળીયાના પ્રયાસોથી હવેથી કોડીનાર તાલુકામાં પણ ગુજરાત સરકારના તા.૧૪/૩/૨૦૧૬ ના પરીપત્ર મુજબ રૂા.૩૦૦/- ના સ્ટેમ્પ ઉપર નોટરી રૂબરૂ કરવામાં આવેલ સોગંદનામા/ડેકલેરેશનના આધારે વકીલો પાર્જીત અને વારસાઈથી મળેલ જમીનોમાંથી નામો કમી કરવા અંગેની નોંધો દાખલ કરી મંજુર કરવા અંગેની કામગીરી કરવામાં આવશે તેવુ વકીલ પ્રતાપસિંહ વી.ચાવડાને મામલતદાર દ્વારા તા.૫/૧૧ ના પત્રથી લેખીતમાં જાણ કરવામાં આવેલ છે. જેથી કોડીનાર તાલુકાના ખેડુતોમાં રાહત ફેલાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here