કોડીનાર નાગરીક સહકારી બેંક દ્વારા ધિરાણ બાબતે માન્ય ચોકસીઓની બેઠક યોજાઈ

0
18
Share
Share

ગીરગઢડા, તા.૧૭

ધી કોડીનાર નાગરીક સહકારી બેંક લી. દ્વારા બેંકના માન્ય ચોકસીઓ તેમજ સોની વ્યવસાય સાથે જોડાયેલા વ્યાપારીક મિત્રોની એક મીટીંગનુ આયોજન બેંકના સભાખંડમાં યોજવામાં આવેલ જેમા પ્રાઈવેટ સેકટર દ્વારા ગ્રાહકોને દાગીના ધીરાણની શોષણયુક્ત નીતીઓની સામે સહકારી બેંકો દ્વારા કરવામાં આવતા સરળ, સલામત અને સુરક્ષીત ધિરાણ બાબતે એક વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને સમગ્ર શહેર તથા તાલુકામાં દાગીના ધિરાણ બાબતે છેલ્લા ૭૦ વર્ષથી એક પ્રતિષ્ઠીત અને આગવુ સ્થાન ધરાવતી ધી કોડીનાર નાગરીક સહકારી બેંક લી.ની કામગીરીને બીરદાવવામાં આવેલ તેમજ દરેક દાગીના ધિરાણ મેળવવા ઈચ્છુક વ્યક્તિઓએ બેંક તથા બેંક માન્ય ચોકસીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે ત્યારે પ્રાઈવેટ બેંકો તેમજ સહકારી બેંકોની વચ્ચે તુલનાત્મક અભ્યાસ કરીને લોકો દાગીના ધિરાણ મેળવે તે ઈચ્છનીય છે.

આ મીટીંગમાં શહેરભરના ઘણાંજ વ્યવસાયકારો તેમજ બેંકના ડીરેકટરો તેમજ ધિરાણ વિભાગના તમામ કર્મચારીગણ સહીત બેંક મેનેજર બીપીનભાઈ જાની તેમજ વાઈસ ચેરમેન હરીભાઈ વિઠલાણી હાજર રહેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here