કોડીનાર નજીકના જમદગ્ની આશ્રમમાં તુલસીવિવાહ ઉજવાયા

0
25
Share
Share

કોડીનાર,તા.૨૬

કોડીનાર નજીક આવેલ સુપ્રસિધ્ધ જમજીરનો ધોધ પાસેના જમદગ્નિ આશ્રમ ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામવાળા ગીરના નગરજનો દ્વારા ઠાકોરજીની જાન આશ્રમ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા તુલસી વિવાહ સંપન્ન કરાયા હતા.આ પ્રસંગે  જમદગ્નિ આશ્રમના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે જમદગ્નિ આશ્રમ ખાતે આ પ્રથમ વખત જ તુલસી વિવાહનું આયોજન કરાયું છે.

કોરોનાની મહામારીને ધ્યાને લઇને નિયમોનું ચુસ્ત પાલન કરીને ઠાકોરજીની જાનની આગતા સ્વાગતા સાથે તુલસી વિવાહ સંપન્ન કર્યા હતા. આ પ્રસંગને ગીરકાંઠા ગામના લોકોએ માણ્યો હતો અને ધન્યતા અનુભવી હતી. તાજેતરમાં આશ્રમ ખાતે પ્રયાગરાજ ખાતેથી બાવા સાધુની જમાત પણ આવી હતી. તેમણે પણ કોરોના મહામારી વચ્ચે ચતુર્માસ જમદગ્નિ આશ્રમ ખાતે ગાળ્યા હતાં. ગીર વનરાઇ વચ્ચે આવેલ જમદગ્નિ ઋષિના આશ્રમ અને ગીર મઘ્યે આવેલ સુપ્રસિઘ્ધ બાણેજ ધામનું સફળ સંચાલન મહંત હરિદાસબાપુ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here