કોડીનાર તાલુકામાં ખેતીની નુકશાનીનાં સર્વેમાં ત્રણ ટીમ દ્વારા ધીમીગતિથી પ્રારંભ

0
17
Share
Share

સત્વરે ઝડપથી સર્વે કરાવવા ઉઠતી માંગ

કોડીનાર, તા.૧૫

કોડીનાર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન અંગેની ત્રણ ટીમ દ્વારા નુકશાનીનાં સર્વે હાથ ધરાયા છે. જે ટીમ દ્વારા છેલ્લા ૧૨ દિવસ દરમ્યાન માત્ર નવ ગામોનાં ખેડૂતોની જમીનનાં સર્વે કરાયા છે. જો આમ જ ધીમી ગતિએ સર્વે કામગીરી થશે તો તાલુકાનાં તમામ ગામોના સર્વે કરવામાં બે માસ જેવો સમય વિતિ જશે જેથી ખેતીવાડીનાં નુકશાનની સર્વે કામગીરીમાં વધુ ટીમ જોડવા માટે કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી છે. ચાલુ સાલે અતિવૃષ્ટીથી ખેડૂતોના ખેતી પાણી-પાણી થઈ ગયા હતા. વધુ પડતુ પાણી ભરાઈ જવાથી ખેતી પાકો બળી જતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો સમય આવ્યો છે ત્યારે ખેડૂતોની નુકશાનીના સર્વે કરવા માટે કોડીનાર તાલુકા માટે ત્રણ ટીમ મોકલી છે જે ટીમ દ્વારા છેલ્લા ૧૨ દિવસથી સર્વે કામગીરી કરાય છે. જે માત્ર નવા ગામના સર્વે પુરા કર્યા છે. જો આમ જ કામગીરી ચાલશે તો બે મહિને પણ ખેડૂતોને થયેલી નુકશાનીના સર્વેની કામગીરી પુરી નહી થાય ત્યાં સુધી ખેડૂતો પોતાની જમીનમાં નવુ વાવેતર કરવા અવઢવમાં છે  ત્યારે કોડીનાર તાલુકાનાં ખેતીવાડી નુકશાનીનુ વધુ ટીમો દ્વારા તાત્કાલીક સર્વે કામગીરી કરવા ધારાસભ્ય મોહનભાઈ વાળાએ રજુઆત કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here