કોડીનાર તાલુકાના જુદાજુદા તલાટીઓને ખોટી રીતે દબડાવનાર ઈસમ સામે કડક પગલાં ભરવા માંગ

0
18

કોડીનાર, તા. ૨૫

જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના સંબધે ખોટો સરકારી હોદ્દો ધારણ કરી પોતાની ઓળખાણ  ઝાલા સાહેબ તરીકે આપતો શખ્સ અલગ અલગ નંબરોથી જુદા જુદા તલાટી કમ મંત્રીઓને ફોન કરી ગેરબંધારણીય ભાષામાં તલાટીઓ સાથે ટેલીફોનિક ઉદ્ધતાઇ સાથે ધમકીઓ આપનાર ઉકત ઈસમની ગુનાહિત હરકતો સામે રક્ષણ મેળવવા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોડીનાર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સબંધિત ખાતાઓને જાણ કરતું વિસ્તૃત આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી કોડીનાર ને પાઠવ્યું હતું. આ ઝાલા નામના વ્યકિત વિરુદ્ધ જરુરી તપાસ સાથે ફોજદારી ગુનો દાખલ કરવા કોડીનાર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.આ તકે તાલુકા વિકાસ અધિકારી એ જરુરી તપાસ કરી જરુર પડ્યે પોલીસ ફરીયાદ કરવાની ખાત્રી આપી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here