કોડીનાર : કાખજ ગામે ભૂમાફિયાઓએ ગૌચરની જમીનમાં કબજો કરી જીંગા ઉછેર કેન્દ્ર શરૂ કર્યાની રાવ

0
18
Share
Share

ગૌચરની જમીન માપણી અંગે મામલતદારને લેખિત રજુઆત બાદ હાઇકોર્ટમાં મામલો લઇ જવા છતાં કાર્યવાહી નહી થતી હોવાનો અગ્રણીનો આક્ષેપ

કોડીનાર તા. ૧ર

કોડીનાર તાલુકાના કાજ ગામની ગૌચરની જમીન ઉપર કેટલાક જમીન માફીયાઓ દ્વારા ગેરકાયદે કબ્જો કરીને ત્યાં ગેરકાયદે જીંગા ઉછેર કેન્દ્રના તળાવો બનાવી દેવાતા આ જીંગા ઉછેર કેન્દ્રના તળાવો દુર કરી આ જમીન ખુલ્લી કરવા કાજ ગ્રામ પંચાયત તથા ગામના ખેડુત અગ્રણી અમરશીભાઇ રાયસિંહભાઇ પરમારે જીલ્લા કલેકટર સહિતના સામે જોરદાર રજુઆત કરી છે. તેની સામે સરકારી કચેરીઓ દ્વારા એકબીજાની જવાબદારીમાંથી છટકવા માટે ખો આપવામાં આવે છે. ત્યારે કોડીનાર મામલતદારના છેલ્લા બે વર્ષ દરમ્યાન ૧૯ પત્રો લખવા છતા જીલ્લાના નીંભર એવા ડીએલઆર (જમીન માપણી કચેરી) દ્વારા કાજ ગામની ગૌચરની જમીન માપણી નહી કરાતા તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. જો કે આ સમગ્ર પ્રકરણ ગુજરાત હાઇકોર્ટમાં લઇ જવામાં આવેલ હોઇ ગૌચરની જમીનમાં કાળા હાથ કરનાર કેટલાક અધિકારીઓના ઢેબરા અભડાઇ જવાની શકયતા છે.

વિગત એવી છે કે કોડીનારના કાજ ગામના પશુધનના પ્રમાણમાં ૪૯૦ હેકટર જમીન ઘટે છે જેથી ગ્રામ પંચાયતની વારંવારની તંત્રમાં રજુઆત પછી એક વર્ષ પહેલા કાજ ગામની પડતર જમીનના અલગ અલગ સર્વે નઃબર માંથી ૧૪પ હેકટર જમીન ગૌચર હેડે નીમ કરવામાં આવી હતી. આ જમીનની ડીએલઆર દ્વારા માપણી કરવા માટે કોડીનાર મામલતદાર કચેરી દ્વારા જીલ્લાના ડીએલઆર કચેરી ખાતે છેલ્લા બે વર્ષ દરમ્યાન ૧૯ પત્રો લખવામાં આવ્યા આમ છતા આ કચેરીના એકપણ અધિકારી જમીન માપવા આવ્યા નથી કારણ કે ગૌચર હેડે નીમ થયેલી જમીનો પૈકી સર્વે નં ૨૭૫ પૈકી ૧ તેમજ સર્વે નં ૪૮૩ પૈકી ૩માં કેટલાક જમીન માફીયાઓ દ્વારા ૭૮ જેટલા જીંગા ઉછેર માટેના વિશાળ તળાવો બનાવવામાં આવ્યા છે.

આ ગેરકાયદે બનેલા જીંગા ઉછેરના તળાવો દુર કરવા અને ગૌચરની જમીન ખુલ્લી કરવા પંચાયતની વારંવારની માંગણી પછી ગત તા. ૨૧/૧૦/૧૯ ના રોજ જીલ્લા વિકાસ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી , ફીસરીઝ અધિકારી, ડે. કલેકટર તથા મામલતદાર સહિતની ટીમે માત્ર એકાદ તળાવના પાળા તોડવાનુ નાટક તથા રોજકામ કર્યુ હતુ. બાદ અમરસીંહભાઇ પરમારે કોડીનાર તાલુકા પંચાયત પાસે માહીતી માંગતા તા. ૧૫/૧૦/૨૦ ના રોજ તાલુકા વિકાસ અધીકારીએ કાજ ગામના સરકારી પડતર જમીનના સર્વે નં.  ૨૭૫ પૈકી  ૧ માં દબાણ હટાવવાની કોઇ કામગીરી કરેલ નહી હોવાનું જણાવેલ ત્યારે સવાલ એ થાય છે કે તા. ૨૧/૧૦/૧૯ ના તાલુકા વિકાસ અધિકારી સહીતના અધિકારીઓએ કરેલ રોજકામ ખોટુ હતુ કે પછી ૧૫/૧૦/૨૦  ના રોજ  તાલુકા વિકાસ અધીકારીએ આપેલ જવાબ ખોટો આ નીર્ણય તો કોર્ટમાં  થશે ત્યારે પણ  કોડીનાર તાલુકાના કાજ ગામની ગૌચરની જમીનમાં જમીન માફીયાઓ દ્વારા બનાવવામાં આવેલ જીંગા ઉછેરના વિશાળ તળાવો તાત્કાલીક અસરથી દુર થાય અને ગૌચરની જમીન તાત્કાલીક ખુલ્લી થાય તે માટે આજરોજ ફરીથી કોડીનાર મામલતદાર એ જીલ્લા ડીએલઆર કચેરી સહીતના જવાબદાર તંત્રને પત્ર પાઠવ્યા છે. ત્યારે એક બીજી કચેરીને ખો આપ્યા સિવાય નકકર કામગીરી હાથ ધરાય તેવી ગૌ પ્રેમીઓ માંથી માંગણી ઉઠી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here