કોડીનારમાં પ્રેમપ્રકરણમાં સગીરાનો આપઘાત, પ્રેમીએ ઝેરી દવા પિતા સારવારમાં

0
30
Share
Share

કોડીનાર તા. ર૩

બુખારી મોહલ્લામાં ગતમોડી રાત્રીના મુસ્લિમ સગીરાને પ્રેમ પ્રકરણમાં પ્રથમ ફિનાઇલ પી બાદમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી છે.

આ ઘટનાની કોડીનાર પોલીસ સ્ટેશનના પીએસઓ રમેશભાઇ વાઢેરે આપેલી વિગત મુજબ બુખારી મોહલ્લામાં રહેતા મેહબુબઅલી મહમદહુસેન નકવીની ૧૭ વર્ષિય સગીર પુત્રીએ તેની પાસે સંતાડીને રાખેલા મોબાઇલમાં કોઇક જોડે વાચતીત કરી રહી હોય આ અંગે સગીરાના પિતા મહેબુબ અલીએ કોની સાથે વાત કરી રહી છે તેમ પુછી મોબાઇલ લઇ ચેક કરતા મિસમ નામના ડિસ્પલે ઉપર આવતા તેજ નંબર ઉપર ફોન કરી તપાસ કરતા બાજુમાં જ રહેતા મિસમ દિલાવરહુસેન કાઝીએ ફોન ઉપાડતા મહેબુબઅલીએ હવે પછી મારી દીકરીને ફોન ન કરાનું કહયા બાદ થોડીવાર પછી મિસમના મામા તેનિસ નાસીરહુસેન નકવીએ સગીરાના ઘરે જઇ આ બંને વચ્ચે પ્રેમ પ્રકરણની વાતો કરી રહયા હતા તે દરમિયાન સગીરાના પિતા મેહબુબઅલી તેમના મકાનના ઉપરના રુમમાં જતા રુમ અંદરથી બંધ હોય દરવાજો તોડતા તેમની સગીર પુત્રી પલંગ ઉપર રહેતા પંખામાં ચુંદડી સાથે લટકતી હાલતમાં જોવા મળતા અને ફિનાઇલની વાસ આવતા તેને નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ જતા ત્યા હાજર ડોકટરે તેને મૃત જાહેર કરતા આ અંગે મૃતક સગીરાના પિતાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રી પોતાના મકાનમાં ફિનાઇલ પી બાદમાં પંખા સાથે ચુંદડી બાંધી પોતાની મેળે આપઘાત કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લી વિગત જાણવા મળતી વિગત મીસમે તેમના પ્રેમ પ્રકરની જાણ ધરનાઓ થઇ જતાં બંને પરિવાર વચ્ચે ઝગડો થતાં ડરી જતા બંને પરિવાર વચ્ચે ઝગડો થતા ડરી જઇ તેને પણ દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here