બાળકોને એન્ડ્રોઇડ મોબાઈલની ભેટ અપાઇ
કોડીનાર, તા.૧૩
કોડીનારમાં દિવ્યાંગ બાળકોને એન્ડ્રોઇડ મોબાઈલ ગિફ્ટ કરી તેમના માટે કોમ્પ્યુટર લેબનું ઉટઘાતન કરાયું હતું.
જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડીનાર દ્વારા અને દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય ભારત સરકારના ધી નેશનલ ટ્રસ્ટ- નવી દિલ્હીના અનુદાનથી સંસ્થા સંચાલિત દિશા કમ વિકાસ ડે કેર સેન્ટરના લાભાર્થીઓને નેશનલ ટ્રસ્ટની માર્ગદર્શિકા મુજબ મનોદિવ્યાંગ બાળકોને ઓનલાઈન શિક્ષણ તથા ફીઝીયોથેરાપી માટે સલાહ સુચન અને કાઉન્સેલિંગ માટે સ્માટર્ ફોન (એન્ડ્રોઇડ મોબાઈલ) વિતરણ તથા કોમ્પુટર લેબ ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
આ તકે ભારત સરકારના ધી નેશનલ ટ્રસ્ટના બોર્ડ મેમ્બેર પુજાબેન વઘાસીયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હર્ષવર્ધન મૌર્ય, વાત્સલ્ય સ્પેશિયલ સ્કુલ ફોર ધી ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ-દિવ ના મંત્રી ઉસ્માનભાઈ વોરા, તાલુકા શિક્ષણ અધિકારી અભેસિહભાઈ ડોડીયા, આઈઈડી કો-ઓડર્ીનેટર- બાબુભાઈ રાઠોડ, કોડીનાર તાલુકા પત્રકાર એસોશીએશનના પ્રમુખ દિનેશભાઈ જોષી તથા જીવનદીપ સંસ્થાના સીદીકભાઈ ચાવડા, સીદીભાઈ ચુડાસમા તથા કોડીનાર તાલુકાના પત્રકાર મિત્રો અશોકભાઈ પાઠક તથા અલાતાફ્ભાઈ મુગલની આ તકે સંસ્થાના કર્મચારીઓએ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
કોડીનાર મકરસંક્રાંતિ નિમિતે શાંતિ સમિતિની મીટીંગ મળી.
આગામી મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે કોડીનાર પોલીસ સ્ટેશનમાં આજે શાંતિ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.કોડીનાર પોલીસ સ્ટેશન ના પી.આઈ.સંદીપસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને મળેલી શાંતિ સમિતિ ની મીટીંગમાં આગામી મકરસંક્રાંતિ નો તહેવાર ભાઈચારા અને શાંતિ થી ઉજવવા તેમજ શહેર ની ટ્રાફીક સમસ્યા વિશે ચર્ચાઓ કરાઈ હતી.
આ તકે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ હરીભાઈ વિઠલાણી,પાલિકા ઉપપ્રમુખ સુભાસભાઈ ડોડીયા,ભાજપ અગ્રણી નાનુભાઈ સાગર,રામભાઈ વાઢેળ,કોંગ્રેસ અગ્રણી કૌશિક ભાઈ ઉપાધ્યાય, પાલિકા સભ્ય ભરતભાઈ કાતીરા, રમેશભાઈ બજાજ,મુસ્લિમ અગ્રણી જીશાનભાઈ નકવી,હાજી રફીકભાઇ જુણેજા,જે.કે.મેર,પત્રકાર મિત્રો સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.