કોડીનારનો સીઆરપીએફ જવાન બિહારથી પરત ફરતી વખતે ટ્રેનમાંથી ગુમ, સામાન મુંબઇથી મળ્યો

0
19
Share
Share

મધ્યપ્રદેશમાં રેલ્વે સ્ટેશન નજીક યુવાનની લાશ મળતા તે મામલે પરિવાર દોડી ગયો

કોડીનાર તા. ૧પ

કોડીનારના કમાલપીર રોડ ઉપર આવેલ લાલકવાડી વિસ્તારમાં રહેતા અને સી.આર.પી.એફ.માં કોબરા કમાન્ડો ગયા બિહાર ખાતે ફરજ બજાવતા અજીતસિંહ જગુભાઇ પરમાર નામનો જવાન ગત તા. ૧૨/૧૧ ના રોજ છુટી ઉપર આવવા કોડીનાર નીકળેલ જે યુવાન ટ્રેનમાંથી ગુમ થયેલ હોઇ જવાનના કાકા સામતભાઇ રામસીંગભાઇ પરમારે કોડીનાર પોલીસમાં તા. ૧૪/૧૧ના અરજી આપી ગુમ થવા અંગે જાણ કરી હતી. અરજીમાં જણાવ્યા મુજબ અજીતસિંહ પરમાર કોબરા કમાન્ડોમાં ગયા-બિહાર ખાતે ફરજ બજાવે છે. જે રજામાં કોડીનાર આવવા રવાના થયેલ જે રાજધાની એકસપ્રેસ ટ્રેનમાંથી તેમની મંગેતરને ૧૩/૧૧ ના રાત્રીના ૧૧ વાગે ફોન કરેલ કે હું વહેલી સવારે ૪ વાગે વડોદરા પહોંચીને ફોન કરીશ  મને નીંદર આવે છે. હું સુઇ જાવુ છુ બાદ સવારે ૮ વાગ્યા સુધીમાં અજીતસિંહનો ફોન નહી આવતા તેમના મંગેતર હિનાબેને ફોન કરતા ફોન રીસીવ થયો ન હતો. ત્યારબાદ મુંબઇ રેલ્વે સ્ટેશન ઉપરથી અજીતસિંહનો સામાન મળવા અંગે હિનાબેનને રેલ્વે પોલીસનો ફોન આવ્યો હતો દરમ્યાન રતલામના થાના જીલ્લાના આલોટ રેલ્વે ટ્રેક નજીકથી ૨૫ થી ૩૦ મીટર ઘસડાયેલ અને માથુ ફાટી જઇ વિકૃત થયેલ એક યુવાનની લાશ મળી હોઇ આ લાશ અજીતસિંહની હોવાનું મનાય છે. ત્યારે સતાવાર કોઇ માહિતી ન મળતા હાલ તેનો પરિવાર એમપી જવા રવાના થયેલ છે. ત્યારે કોડીનારનો આ જવાન ગત તા. ૧રના રોજ નીકળીને છેલ્લે તેની મંગેતર હીનાબેનને ફોન કરેલ બાદ ગુમ થયાનું અને તેનો સામાન મુંબઇ રેલ્વે પોલીસને મળ્યાની માહિતી મળે છે. આ યુવાન છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી કોબરા કમાન્ડોમાં ફરજ બજાવે છે અને તેની બે વર્ષ પહેલા જ સગાઇ થઇ હતી ત્યારે એમપીના થાના જીલ્લાની રેલ્વે ટ્રેક ઉપરથી માથુ ફાટી ગયેલ જે મૃતદેહ મળી આવ્યો છે. તે આજ યુવાનનો છે કે કેમ તેના કુટુંબજનો ત્યા જઇ ખાતરી કર્યા પછી ખબર પડશે ત્યારે આ જવાન ગુમ થવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here