કોડીનારના સી.આર.પી.એફ કોબ્રા કમાન્ડોના મોતના કારણ અંગે સી.બી.આઈ તપાસ કરવા આવેદન

0
28
Share
Share

કોડીનાર તાલુકામાંથી દરેક પક્ષો, સંસ્થાઓ તેમજ સર્વે સમાજે ભેગા મળી ૧૯ આવેદનપત્ર કોડીનાર મામલતદારને આપ્યા

કોડીનાર તા.૨૧

કોડીનાર માં રહેતા એક સાધારણ નાના ખેડૂત જગુભાઈ રામસિંહભાઈ પરમાર ખેતી કરી ગુજરાન ચલાવે છે.જેને સંતાનો માં ૨ દીકરા અને ૧ દીકરી છે જેમાં સૌથી મોટો પુત્ર સ્વ.અજીતસિંહ શારીરિક ફિટનેસ સારી હોવાથી વર્ષ.૨૦૧૭ માં દેશ સેવા માટે અને પરિવાર ની આજીવિકા માટે સી.આર. પી.એફ માં જોડાયેલ અને ત્યાર બાદ કોબ્રા કમાન્ડો માં પસંદગી પામેલ જે  બિહાર ના ગયા ખાતે  સી.આર.પી. એફ.ની કોબ્રા ૨૦૫ બટાલિયનમાં ફરજ બજાવતા હતા અજીતસિંહ જગુભાઈ પરમાર પોતાના લગ્ન હોવાથી એક મહિના ની રજા લઈ નવી દિલ્લી થી ૧૩/૧૧ ના ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ નં. ૦૨૯૫૨ માં સવાર થઈ કોડીનાર તેમના ઘરે આવી રહ્યા હતા અને તે જ દિવસે સાંજે તેમની મંગેતર સાથે છેલ્લી વાત થયા બાદ તેમનો કોઈ સંપર્ક ન થતા પરીવારજનો એ અજીતસિંહ પરમાર ની ગુમશૂદા ની નોંધ પોલીસ માં કર્યા બાદ મુંબઈ રેલવે સ્ટેશન થી અજીતસિંહ પરમાર નો સામાન મળી આવતા તેમના પરીવારજનોએ અજીત સિંહ ની સઘન શોધખોળ શરુ કરતાં આ દરમિયાન મધ્યપ્રદેશના આલોટ ના થુરિયા ગામ પાસે રેલવે ટ્રેક નજીક એક મૃતદેહ મળી આવતા તેના ફોટો થી આ મૃતદેહ અજીતસિંહ નું હોવાનું પ્રાથમિક નજરે જોવા મળતા તેમના પરીવારજનો તા.૧૬/૧૧ ના સવારે આલોટ પોહચી સ્થાનીક પોલીસ તંત્ર માં અજીતસિંહ ના તમામ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ રજૂ કરતા રેલવે ટ્રેક થી મળી આવેલ મૃતદેહ અજીતસિંહ પરમાર નું જ હોવાનું ખુલતા અને સ્થાનિક પોલીસે મૃતદેહ ને લાવારીશ સમજી દફનાવી દીધા નું જણાવતા પરીવાર જનોએ અજીતસિંહના મૃતદેહ અને પી.એમ રિપોટર્ ની માંગણી કરતા શરુઆતમાં પોલીસે મૃતદેહ સોંપવાનો ઇનકાર કરતા પરીવારજનોએ અજીતસિંહ નો મૃતદેહ દેશ ની સંપત્તિ હોવાનું અને તે એક કમાન્ડો હોય તેનું પેનલ પોસ્ટમોટર્મ કરી તેનું મૃત્યુ નું કારણ જાણવા માંગ કરતા છેવટે તંત્ર એ દફનાવેલું મૃતદેહ બહાર કાઢી પરીવાર ને સોંપતા તેમના શરીર પર કોઈ પી.એમ કર્યા ના કોઈ નિશાન ના જોવા મળતા હાજર પરિવારજનો અને સ્થાનિક કરણી સેનાએ ભારે વિરોધ કરતા આખરે જીલ્લા હોસ્પિટલમાં પેનલ પી.એમ.કરવામાં આવ્યું હતું.

અને આ કમાન્ડો ના મૃતદેહ ને અંતિમયાત્રા માટે કોડીનાર લવાયો હતો જેની અંતિમ વિધિ બાદ આજે તેમના પિતા જગુભાઈ પરમાર તેમજ કોડીનાર તાલુકા કારણી સેના, કોડીનાર તાલુકા સરપંચ સંઘ,કિસાન એકતા સમિતિ ,સમસ્ત બ્રહ્મસમાજ, ગુજરાત કોળી સેના, વાલ્મીકિ સમાજ,ધારાસભ્ય મોહનભાઇ વાળા,હરિ લૄ સેવા સંસ્થાન,શહેર કોંગ્રેસ સમિતિ,તાલુકા ભારતીય જનતા પાટર્ી, બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ,યુવા શકતી એજ્યુકેશન સહિત ૧૯ જેટલી સંસ્થા અને હોદ્દેદારો એ સાથે મળી કોબ્રા કમાન્ડો સ્વ.અજીતસિંહ ને શહીદ નો દરરજો આપવો તેમના મૃત્યું અંગે ની તાપસ સી.બી.આઇ મારફત કરાવવી અને બનાવ સ્થળ ના તાપસ અધિકારીઓ એ દાખવેલ બેદરકારી અને નિષ્કાળજી બદલ લાગતા વળગતા તમામ અધિકારીઓ ને સસ્પેન્ડ કરી શિક્ષાત્મક પગલાં લેવા ની માંગણી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અજીતસિંહ ની અંતિમ યાત્રા ની જેમ આવેદનપત્ર  પાઠવવામાં પણ  સ્વયંભૂ લોકો બોહળી સંખ્યામાં જોડાયા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here