કોડીનારના વેલણ-માધવાડને જોડતો કોઝવે બ્રિજ જમીનદોસ્ત થયો, જાનહાનિ ટળી

0
12
Share
Share

કોડીનાર,તા.૧૫

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો કોઝવે બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ ખાડી પર બનાવવામાં આવ્યો હતો. વર્ષો જૂનો આ કોઝવે બ્રિજ જર્જરિત હાલતમાં હતો. ભારે વરસાદને કારણે પાણીના ધસમસતા વહેણને કારણે આ કોઝવે બ્રિજ ધરાશાયી થયો હતો. જો કે, આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે કોઈ પણ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ થતા અટકી છે.

બ્રિજ ધરાશાયી થતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વેલણ અને માધવાડ બંને ગામ વચ્ચે લોકોની અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઘટનાને પગલે હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારી કે મામલદાર પણ ડોકાયા નથી. આ બ્રિજ ધરાશાયી થતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. રાજકોટમાં ત્રણ મહિના પહેલા આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનોના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા અને જેસીબી વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઓવરબ્રિજની નબળી કામગીરીને કારણે બે યુવાનોનો ભોગ લેવાયો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here