કોડીનારઃ વિઠ્ઠલપુર ગામે પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

0
9
Share
Share

કોડીનાર, તા.૩૦

કોડીનાર તાલુકાના વિઠલપુર ગામની પરિણીતાએ અગમ્ય કારણોસરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં અરેરાટી મચી છે. આ અંગે રણજીતભાઈ બચુભાઈ વાળા રહે.દુદાણાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની નાના બહેન અસ્મિતાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા વિઠ્ઠલપુર ગામના દિનેશભાઈ હીરાભાઈ કામળિયા સાથે થયા હતા. વિઠ્ઠલપુર ગામે સંયુકત કુટુંબમાં રહેતા અસ્મિતાબેનના પતિ દિનેશભાઈ, જેઠ નાથાભાઈ, જેઠાણી શાંતિબેન ઈચવડ ગામે કૌટુંબિકના ઘરે કથામાં ગયા હોય અસ્મિતાબેન ઘરે એકલા હોય આ દરમિયાન અગમ્ય કારણોસર છતના હુકમાં નાડાથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસમાં આપી છે. અસ્મિતાબેને આપઘાત કરી લેતાં ત્રણ વર્ષના પુત્ર અને ૮ માસની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here