કોડીનારઃ જુગાર રમતાં ૭ શખ્સો ઝડપાયા

0
49
Share
Share

કોડીનાર, તા.૩૦

કોડીનાર પીઆઈ જી.કે.ભરવાડની સૂચના અનુસાર પ્રોહિબિશન જુગાર પ્રવૃતિ ડામવા ડી સ્ટાફને સૂચના આપેલ તે અનુસાર ડી સ્ટાફના વિ.વિ.પરમાર, એસ.જી.ગોહિલ, વિ.એચ.ચાવડા, એ.પી.મકવાણા, રમેશભાઈ ભિખાભાઈ અનિલભાઈ કાનાભાઈ, અભેસિંહભાઈ ભગવાનભાઈ, વિજયભાઈ, અરજણભાઈ સહિતનો પોલીસ કાફલો શહેરમાં સાંજના સમયે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.જી.ગોહિલને બાતમી મળેલ કે, કોડીનારમાં આવેલ જંગલીપીર સોસાયટીમાં રહેતા ઈમરાનભાઈ ઉર્ફે બેટરી ઈકબાલભાઈ મનસુરી પોતાના મકાનમાં બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા માટે તીનપતીનો જુગાર રમાડી સગવડ પુરી પાડી જુગારનો અડો ચલાવતો હોવાની બાતમી મળેલ.

જેથી નાયબ પોલીસ અધિક્ષક ગીરસામેનાથ પાસેથી જુગાર ધારા કલમ ૬ મુજબ વોરંટ મેળવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઉપરના ભાગે અગાસીમાં કુલ સાત શખસો ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહ્યાહતા તેઓને જેમના તેમ પકડી પાડી નામ પુછતા ઈમરાન ઉર્ફે બેટરી ઈકબાલ મનસુરી કે જંગલીપીર હામીદમીયા ઉર્ફે અબા સૈયદ હુસેન કાદરી રે.વેરાવળ, ઈમરાન ગનીભાઈ સેલાણી રે.રાજપુત ચોક કોડીનાર, મહેમુદ ઈબ્રાહીમભાઈ કુરેશી રહે.પીપરશેરી, અસરફભાઈ ઈકબાલભાઈ મનસુરી રે.જંતકડા શેરી, ફિરોજભાઈ મહંમદભાઈ શેખ રે.ઉનાઝાંપા, સબીરભાઈ પઠાણ સહિતના શખસોને રૂા.૨૮,૫૪૦ના મુદામાલ સાથે પકડી જેલહવાલે કરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here