કોડીનારઃ અંબુજા સામે સ્થાનિક બેરોજગારોનાં આંદોલનમાં સરપંચ અગ્રણીઓનાં પ્રતિક ઉપવાસનો બીજો દિવસ

0
18
Share
Share

ગિરગઢડા તા.૮

કોડીનાર તાલુકા ના વડનગર ગામે સ્થપાયેલ અંબુજા સિમેન્ટ કંપની સામે બેરોજગાર યુવાનો ની માંગ ને લઈ કોડીનાર તાલુકાના લડાયક સરપંચો તેમજ પૂર્વ સરપંચો માંથી સિંધાજ ગામનાં હરિભાઈ જાદવ, ગોહિલની ખાણ ગામનાં ભીખુ ગોહિલ જેઓ ગઈ કાલ સવારના ૧૦ઃ૦૦ કલાકથી ૪૮ કલાક ના પ્રતીક ઉપવાસ ઉપર બેસેલા છે જેનો આજે બીજો દિવસ છે જેઓ નજરે જોવા મળી રહ્યા છે. કોડિનાર તાલુકા ના યુવાનો ને મુંજવતા પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે સિંધાજ ગામમાં પૂર્વ સરપંચ  હરીભાઈ જાદવ તેમજ ગોહિલ ની ખાણ ગામ ના સરપંચ  ભીખુ ગોહીલ દ્વારા બધાને હૂફ આપી ૨૪ કલાકથી પ્રતીક ઉપવાસ ઊપર બેસેલા છે તેમને પણ વડનગર ગામ બિરદાવી એ છે કારણકે આવા કપરા દિવસો માં અમારી સાથે ઊભા રહ્યાં છે જેનું અમો બધાને ગૌરવ છે સાથે સાથે જિલ્લાના તેમજ તાલુકા ના દરેક સમાજ ના લોકો એ પણ હૂફ આપી છે જેથી મદદ કરનાર દરેક લોકો નો પણ ખુબ ખુબ આભાર માની બિરદાવી રહ્યાં છે.આવો બધા સાથે મળી અને અંબુજા સિમેન્ટ કંપનીના ખોટા નિર્ણયો સામે સ્થાનિક લોકો ને મૂંઝવતા પ્રશ્ન માટે અવાજ ઉઠાવી એ. કોડીનાર તાલુકાનાં બેરોજગાર યુવાનો સાંસદ , ધારાસભ્ય  તેમજ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ને પણ વિનંતી કરીએ છીએ કે કોઈ અઘટિત ઘટના ના બને અને બેરોજગાર યુવાનો ને ન્યાય મળે તેવી લોક માંગણી ના પ્રશ્ન નું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયત્નો કરો તેવી આશા રાખ્યે છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here