રાજકોટ, તા.૧૩
રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડ રેલ્વે કોલોની ખાતે વરિષ્ઠ નાગરિકો માટેના નવીનીકરણ કરેલ બગીચાનું ઉદઘાટન રાજકોટ સેન્ટ્રલ જીએસટી (અપીલ્સ) કમિશનરઅખિલેશ કુમાર દ્વારા રાજકોટ વિભાગીય રેલ્વે મેનેજર પરમેશ્વર ફૂંકવાલની ઉપસ્થિતિમાં કરાયું હતું.
બગીચામાં અનધિકૃત પ્રવેશ અટકાવવા રાજકોટ રેલ્વે બોર્ડ બગીચાની બાજુની દિવાલ પર ટીન શેડ મૂકી અને બગીચામાં કચરો એકત્રિત કરવા માટે બે ડસ્ટબિન ફાળો આપ્યો.
આ તકે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, રાજકોટનાં અધ્યક્ષ કવિતા ફુંકવાલ અને તેમની ટીમ, વરિષ્ઠ વિભાગીય વાણિજ્યિક મેનેજર અભિનવ જેફ, વરિષ્ઠ વિભાગીય સંચાલન મેનેજર આર.સી.મીના, વરિષ્ઠ વિભાગીય સામગ્રી મેનેજર અમીર યાદવ અને અન્ય રેલ્વે અને સેન્ટ્રલ જીએસટી (અપીલ) )અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા