કોટડા સાંગાણી નજીક ગાંજો વેંચતા બે શખ્સો ઝડપાયા

0
57
Share
Share

કોટડાસાંગાણી, તા.૨૩

કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ પાસે બાઈક પર પસાર થતા બે શખ્સોને બાતમીના આધારે એસઓજી સ્ટાફે રૂ.૧૪૦૦ની  કિંમતના ૨૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા છે. બંને  શખ્સો સુરતથી ગાંજો લાવી છુટક વેચાણ કરતા હોવાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના મોવૈયા ગામના પ્રતિક કાંતીલાલ હિરાણી અને ગોંડલના અલ્તાફ ઉર્ફે ભુરો ઈકબાલ પોપટીયા નામના શખ્સો ગાંજાનું વેચાણ કરતા હોવાની અને જી.જે ૩બીએમ.૭૫૦૯ નંબરના બાઈક પર ગાંજાની ડીલીવરી કરવા કોટડા સાંગાણી તરફ જતા હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઈ.એચ.જી. પલ્લાચાર્ય, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા અને રણજીતભાઈ ધાધલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી બંને શખ્સોને રૂ.૧૪૦૦ની કિંમતના ૨૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા છે.

બંને શખ્સોની પુછપરછ કરતા તેઓ સુરતથી ગાંજો લાવી ગોંડલ પંથકમાં છેલ્લા છ માસથી છુટક વેચાણ કરતા હોવાની કબુલાત આપી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here