કોટડા સાંગાણીઃ અપહરણ-એસ્ટ્રોસીટીનાં ગુન્હાનો ફરાર આરોપી ઝબ્બે

0
143
Share
Share

કોટડા સાંગાણી, તા.૨૯

છેલ્લા આઠ માસથી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના અપહરણ, એસ્ટ્રોસિટી સીટી એક્ટ હેઠળ નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડરાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ, જેલમાંથી પેરોલ-જામીન મંજૂર કરાવી નાસતા ફરતા આરોપી તેમજ એસી. એસ. ટી. સેલ રાજકોટ ગ્રામ્ય પાસે રહેલ ગંભીર ગુનાના તપાસના આરોપી ઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને તપાસ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ કનુજી પરમાર તથા વિરાજભાઈ જીતુભાઈ ધાંધલ પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્યનાઓની બાતમી તથા ટેકનિકલ સોર્સીસને આધારે છેલ્લા આઠ માસ થી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નંબર ૨૬/૨૦૧૯ શાભ ૩૬૩,૩૬૬ તથા એટ્રોસીટી એક્ટ ૩(૧), ૩(૨)(૫.અ)મુજબના કામે નાશતા ફરતા આરોપી આરોપી કિશોર દામજીભાઈ વણપરીયા રહે ઝાલણસર ગામ જૂનાગઢતથા ભોગ બનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી કોવીડ- ૧૯ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આગળની ધોરણસર કાર્યવાહી થવા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ખાતે સોપી કાર્યવાહી આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here