કોટડાસાંગાણીઃ ખરેડાથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો

0
50
Share
Share

કોટડાસાંગાણી, તા.૩૦

કોટડાસાંગાણીના ખરેડા ગામેથી કિશોરીનુ અપહરણ કરનાર આરોપીને તેમજ ભોગ બનનાર ને પેરોલ ફર્લો સ્કોડે પકડી પાડી સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે. તપાસ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ કનુજી પરમાર તથા વિરાજભાઈ જીતુભાઈ ધાંધલ પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્યનાઓની બાતમી તથા ટેકનિકલ સોર્સીસને આધારે છેલ્લા આઠ માસથી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નંબર ૨૬/૨૦૧૯ ૩૬૩,૩૬૬ તથા એટ્રોસીટી એક્ટ ૩(૧), ૩(૨)(૫.)મુજબના કામે નાશતા ફરતા આરોપી આરોપી કિશોર દામજીભાઈ વણપરીયા રહે ઝાલણસર ગામ જૂનાગઢતથા ભોગ બનનાર મળી આવતા મજકુર બંનેને હસ્તગત કરી -૧૯ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આગળની ધોરણસર કાર્યવાહી થવા કોટડાસાંગાણી પોલીસ સોંપવામા આવ્યા છ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here