કોચીન પોર્ટનાં અધિકારી પાસેથી અપ્રમાણસરની મિલકત ઝડપાઇ

0
37
Share
Share

ભુજ તા. ૧૧

કંડલા પોર્ટમાં લેબર ઑફિસર તરીકે જોેડાયેલાં અને પ્રમોશન મેળવીને હાલ કોચીન પોટર્ ટ્રસ્ટના ઉપાધ્યક્ષના સ્થાને પહોંચેલા સિરીલ સી. જયોજર્ સીબીઆઈના સકંજામાં ફસાયાં છે. સિરીલે તેમની સતાવાર આવકની તુલનાએ ૯૦.૭૩ લાખની સંપતિ વધુ વસાવી હોવાનું સ્પષ્ટ થયા બાદ સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યૂરોએ તેમની સામે આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

કોચીન પોટર્માં ૨૦૦૪થી ૨૦૧૩ના સમયગાળામાં સેેક્રેટરી તરીકે ફરજ દરમિયાન સિરીલે આ અપ્રમાણસર સ્થાવર-જંગમ મિલકત તેમના સ્વજનોના નામે વસાવી હોવાનું સીબીઆઈએ જણાવ્યું છે. સતાવાર આવકની તુલનાએ આ મિલકત ૧૨૦ ટકા વધુ છે. સિરીલ ૧૯૮૭માં કંડલા પોટર્ના લેબર ઑફિસર હતા અને ૧૯૯૩ સુધી કંડલામાં ફરજ બજાવ્યા બાદ તેમની બદલી થઈ હતી. ગુનો દાખલ થયા બાદ સીબીઆઈએ તેમના નિવાસસ્થાન અને કચેરીમાં દરોડા પાડી મોટાપાયે આર્થિક વ્યવહારો, મિલકતના દસ્તાવેજો, રોકાણના પૂરાવા વગેરે જપ્ત કર્યા છે. તેમના પત્ની એર્નાર્કૂલમમાં પ્રાથમિક શિક્ષિકા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here