કોલકાતા,તા.૨૦
પામેલાએ કોર્ટમાં કહ્યું કે પોલીસે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના સાથી રાકેશ સિંહની પણ ધરપકડ કરવી જોઈએ. જોકે રાકેશસિંહે પામેલાના આ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ નેતાઓને ફસાવી દેવાનું આ ટીએમસીનું કાવતરુ છે. હું છેલ્લા ૨ વર્ષથી પામેલા સાથે સંપર્કમાંનથી. પામેલા ભાજપ નેતાઓના ખોટા નામ લઈ શકવાની શક્યતા છે. પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે પામેલા ગમે તેનું પણ નામ લઈ શકે છે અરે તેના પિતાનું નામ લેતા પણ અચકાય તેવી નથી. કોકેન લઈને જઈ રહી હોવાની બાતમી મળતા કોલકાતા પોલીસે ન્યૂ અલીપુર વિસ્તારમાં પામેલા ગોસ્વામીની કારની ઝડતી લીધી હતી અને બેગમાંથી ૧૦૦ ગ્રામ કોકેન મળી આવતા તેની ધરપકડ કરી હતી. પામેલા પાસેથી ઝપાયેલા કોકેનની કિંમત ૧૫ થી ૨૦ લાખ હોવાનુ જણાવાય છે.