અત્યારે ચાલી રહેલા કોરોનાકાળમાં અનેક લોકો વાઇરસના સંક્રમણમાં આવી જતા હોય છે અને પીડાતા હોય છે. કોરોના વાઇરસ હોય કે કોઈ પણ વાઇરસના સંક્રમણથી બચવા માટે ગિલોય ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. અમૃત જેવા ગુણો ધરાવતી આ અમૃતા વેલીને આપણે તો ગળોના નામે જ ઓળખીએ છીએ. કડવા લીમડાના વૃક્ષ પર વિકસેલી ગિલોય ગુણમાં ઉત્તમ ગણાય છે. ગિલોય રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે સાથે તાવમાં પણ રક્ષણ કરે છે. આયુર્વેદના અનેક પ્રાચીન ગ્રંથોમાં પણ ગિલોયના (ગળો) અનેક ફાયદાઓ બતાવ્યા છે. જેમાંથી થોડા અહીં હું આપની સમક્ષ રજુ કરું છું.
ચરકઋષિ ગિલોય વિશે કહે છે કે ગળો રસાયન તરીકે વાપરવામાં આવે છે. વિષમજવરમાં (તાવમાં) ગિલોયનો ઉપયોગ કરવો જોઈએ. કમળામાં, પિતજન્ય ઉલ્ટીમાં, ધાવણ સુધારવા માટે ગિલોયનો રસ, ઉકાળો લેવો જોઈએ.
વાગભટ્ટ તો ગિલોય વિશે કહે છે કે
એટલે કે દરેક પ્રકારના પ્રમેહ ઉપર ગિલોયનો રસ મધ નાખીને પીવાથી ફાયદો થાય છે. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસમાં પણ ફાયદો કરે છે ગિલોય..
જ્યારે ભાવપ્રકાશ ઋષિએ પોતાના ભાવપ્રકાશ સંહિતા નામના ગ્રંથમાં એમ જણાવ્યું છે કે જીર્ણજવરમાં (તાવમાં) ગિલોય, લીંડીપીપર, મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.
ભાવપ્રકાશ ઋષિએ બળવાન થવા માટે પણ ગિલોયનો ઉપયોગ બતાવ્યો છે.
જ્યારે સુશ્રુતઋષિએ પોતાના ગ્રંથમાં હરસમાં, તાવમાં ગિલોયનું સેવન કરવાનું કહ્યું છે.
શોઢલ, ચક્રદત, બંગસેન વગેરેએ પણ ગિલોયના ઉપયોગનું સૂચવ્યું છે.
ગિલોયને અમૃતા અથવા ગુડુચી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ હોય છે. તે આપણા શરીરને મુક્ત રેડિકલ સામે લડવામાં અને આપણા શરીરના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગિલોય વારંવાર આવતા તાવને દૂર કરી શકે છે. આયુર્વેદ નિષ્ણાંતોના કહેવા મુજબ, ડેન્ગ્યુ, મેલેરિયા અને ફ્લૂ જેવા તાવના રોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ગિલોયની ઉત્પતિ સંબધી પૌરાણિક કથા એવી છે કે રામ-રાવણ યુદ્ધમાં રાવણનો વધ કર્યા પછી અસુરોના હાથથી જે વાનરોની સેના મરાયેલી હતી, તેને ઇન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરી સજીવન કરી. તે વખતે અમૃતના બિંદુ તે વાનરોના શરીર ઉપરથી ઉડીને જે જે જગ્યાએ પડ્યા, તે તે જગ્યાએ આ વેલ ઉતપન્ન થઈ, આથી આનું નામ ‘‘અમૃતા‘‘ એવું નામ પડ્યું છે.
*જો તમે કોરોના વાઇરસ કે અન્ય કોઈ વાઇરસના સંક્રમિત રોગોથી બચવા અને શરીરને સુરક્ષિત કરવા માંગતા હોવ તો ગિલોયનો ઉપયોગ કેવીરીતે અને કેટલી માત્રામાં અને કઈ ઉંમરના કરી શકે તે જાણવું પણ જરુરી છે.*
ગિલોયનું સેવન ગમે તે રીતે કરો તે ઉત્તમ જ છે પરંતુ સવારે નરણાકોઠે ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે.
જો આપની પાસે ગિલોયની ડાળખી હોય તો તેના નાના ટુકડા કરીને પાણીમાં પલાળી દેવા. ત્યારબાદ તે પાણી અડધું બળી જાય ત્યાંસુધી ઉકાળવું. આ ઉકાળો પી શકીએ તેટલો ઠંડો થઈ જાય પછી પી જવો.
અથવા આપણે ઘરે આ રીતે બનાવી શકીએ છીએ ગિલોયનો જ્યૂસ..
– તમે ઘરે ગિલોયનો જ્યૂસ બનાવી શકો છો. જેના માટે તમે એક ફૂટ લાંબી ગિલોયની શાખા લઇને તેના નાના ટૂકડા કરી લો.
– હવે તેને છોલીને તેની ઉપરની પરત(છાલ) ઉતારી દો અને તેને આ ટૂકડાને મિક્સરમાં એક ગ્લાસ પાણીની સાથે પીસી લો.
– હવે મિક્સરમાં તૈયાર આ રસને ગાળીને રાખી લો. તમે દિવસમાં બે વખત તેનું સેવન કરી શકો છો.
જેમના પાસે ગિલોયની ડાળી નથી તે ગિલોય ટેબ્લેટનું સેવન કરી શકે છે. તે ટેબ્લેટ શુદ્ધ હશે તો જ રિઝલ્ટ સારું આપશે.
જો તમારું શરીર કોઈપણ વાઇરસ કે સંક્રમક તાવ જેમકે ડેન્ગ્યુ કે અન્ય તાવથી લડી રહ્યું હોય તો તમે દરોજ સવારે બે ટેબ્લેટ લઈ શકો છો. પરંતુ ૧૨ વર્ષથી મોટી ઉંમરના બાળકોને એક ટેબ્લેટ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોને અડધી ટેબ્લેટ આપી શકાય.
છતાંય તાવ કે અન્ય કોઈ કારણોસર સેવન કરતા પહેલા યોગ્ય વૈદ્યની સલાહ લેવી.
સૌજન્ય રાજ પરમાર આયુર્વેદિક જીવનશૈલી-મોરબી મો.૯૭૨૨૬ ૬૬૪૪૨