કોઇ પણ વસ્તુનું સામાન્યકરણ કરવું ખોટું છેઃ કંગના પર મનોજ વાજપેયીનો પ્રહાર

0
19
Share
Share

મુંબઇ,તા.૧૬

કંગનાએ ટવિટ કર્યું હતું કે આ પાર્ટીઓમાં સ્ડ્ઢસ્છ પાણીમાં ઓગાળીએ આપવામાં આવે છે, તે પણ તમારી જાણ વિના. હવે આ આખી બાબતમાં મનોજ બાજપાઇએ તેનો જવાબ આપ્યો છે, તે પણ પોતાના અંદાઝમાં. કંગનાએ કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સનો બહિષ્કાર થવો જોઈએ. તાજેતરમાં મનોજ બાજપેયીએ કહ્યું, ‘તે ખૂબ યોગ્ય છે. કાંઈપણ વસ્તુનું સામાન્યકરણ કરવું ખોટું છે. આ બધા પાછળ મને કોઈકનો સ્વાર્થ લાગી રહ્યો છે. સાચું કહું તો હું ઇન્ડસ્ટ્રીનો બચાવ કરી રહ્યો નથી. અહીં ખરાબ લોકો છે તો અહીં સારા લોકો પણ છે.’

મનોજ બાજપેયીએ ઉમેર્યું, ‘અહીં તમામ પ્રકારના લોકો છે. મને અહીં ખરાબ લોકો પણ મળે છે, પરંતુ હું તેમનાથી ડર્યા વિના તેમની સાથે ડીલ કરું છું. હું તેમની સાથે લડતો રહ્યો છું અને આગળ પણ લડીશ. પરંતુ જેમ બાકીના ક્ષેત્રમાં જેમ છે તેમ અહીં પણ છે. પરંતુ જેમ તમે કહો છો કે અહીં ડ્રગ્સનો વેપાર થાય છે, તેથી જે પણ લોકો મને જોવે છે તે બધાને મને જોઇને લાગે છે કે ડ્રગ્સનું ગોડાઉન આવે છે. તેમને લાગે છે કે કાંચા શેઠ મનોજ બાજપેયી છે.’ આ પ્રકારના રાગનું વારંવાર રટણ કર્યે રાખવા પાછળ પણ કોઈ મોટું કારણ હોઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here