કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ થતા ખળભળાટ

0
15
Share
Share

વડોદરા,તા.૨૨

કોંગ્રેસના સિનિયર નેતા અને તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતસિંહમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ અને ધારાસભ્યોને ચેપ લાગ્યો છે જેમાં હવે ભરતસિંહનું નામ પણ ઉમેરાયું છે.

ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. એટલું જ નહીં ટેલિફોન ખબર પૂછતી વખતે મુખ્યમંત્રી રૂપાણીએ જરૂર પડે તો તમામ મદદની ખાતરી આપી હતી.

ભરતસિંહ હજુ શુક્રવારે જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ દરમિયાન અકોંગ્રેસના ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ, વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયાનેક નેતાઓના સીધા સંપર્કમાં પણ આવ્યા હતા. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ઉપરાંત ભરતસિંહને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારાયા હતા, જેમાં ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here