કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત ૧૫૦ની વિરુદ્ધ એફઆઇઆર

0
16
Share
Share

ભોપાલ,તા.૨૫

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની વિરુદ્ધ કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં બુધવારે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ ભોપાલમાં લગગ ૧૫૦ લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શન મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સહિત ૧૫૦ લોકોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસના સરકારી આદેશના ઉલ્લંઘન મામલે આઈપીસીની અલગ-અલગ કલમો હેઠળ દિગ્વિજય સિંહ અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કૈલાશ મિશ્રાની વિરુદ્ધ પોલીસે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

બુધવારે દિગ્વિજયના નેતૃત્વમાં કોંગ્રસે ભોપાલમાં રોશનપુરા ચૌકથી મુખ્યમંત્રી આવાસ સુધી સાઈકલ રેલી યોજવાની જાહેરાત કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભેગા થયા હતા. જો કે પરવાનગી વગર પ્રદર્શન કરવાને કારણે પોલીસે કોંગ્રેસીઓને રોક્યા હતા. ત્યારબાદ પોલીસે દિગ્વિજય સહિત ૧૫૦ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોઈપણ મંજૂરી વગર પ્રદર્શન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન કરવા અને કલેક્ટરના આદેશને નહીં માનવાને કારણે તેમની અટકાત કરી હતી.

દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે તમામ જીવન જરૂરિયાતોની વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ જાય છે. પરંતુ સરકારને તેમની આવકથી જ મતલબ છે તેમને ગરીબોને કોઈ ચિંતા નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here