કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ નારાજગી

0
30
Share
Share

રાજકોટ,તા.૨
ગુજરાત કોંગ્રેસ દ્વારા સોમવારની સાંજે પાંચ મહાનગરપાલિકોના ૧૪૨ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયું હતું. ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઉમેદવારોનાં નામ જાહેર કરાય છે. પણ અમદાવાદના નામો જાહેર કરાયા નથી. તેવામાં સુરતમાં પ્રથમ યાદી જાહેર થયા બાદ વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટના ૩ વોર્ડ માટે કોકડું ગૂંચવાયું છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ નારાજગી જોવા મળી રહી છે. સુરત વોર્ડ ૧૭માં કોંગ્રેસના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. ધીરજ લાઠિયાની ટિકિટ રિપીટ થતાં નારાજગી જોવા મળી રહ્યો છે. કાર્યકરો દ્વારા લોકસંપર્ક કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. સાથે જ પરિણામ ભોગવવા માટે કોંગ્રેસ તૈયાર રહે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
બીજી બાજુ રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. મનપાના ૩ વોર્ડમાં કોને ટિકિટ આપવી તેને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. વોર્ડ ૨, ૭, ૧૧માં હજુ એકપણ નામ જાહેર કરાયા નથી. મહિલા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખે ટિકિટ પણ માગી છે. પૂર્વ વિરોધપક્ષના નેતાએ પોતાની દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસે રાજકોટમાં ૨૨ ઉમેદવારના જાહેર નામ કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here