કોંગ્રેસ ખેડૂતોના નામ ગંદીે રાજનીતિ કરે છે : ફળદુ

0
27
Share
Share

ખેડૂતોના ખભે બંદૂક મૂકીને  હર હંમેશ રાજનીતિ કરવા ટેવાયેલી કાેંગ્રેસને ખેડૂતો ઓળખી ગયા છે : ભાજપ

ગાંધીનગર ,તા.૨૮

કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે કે, એક દેશ એક બજારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હિંમતભર્યા નિર્ણયથી ડઘાઈ ગયેલી કોગ્રેસ આજે રસ્તા પર ઉતરીને ખેડૂતોના નામે રાજનીતી કરી રહી છે એ અત્યંત નિદનીય છે.ખેડૂતોના ખભે બંધૂક મૂકીને હર હંમેશ રાજનીતિ કરવા ટેવાયેલી કોગ્રેસને રાજયના ખેડૂતો ઓળખી ગયા છે તેમની આ મેલી મુરાદથી ખેડૂતો ભરમાવવાના નથી એવો અમને દ્રઢ વિશ્વાસ છે ખેડૂતો નુ હિત ભાજપા સરકારના હૈયે વસેલુ છે ગમે તેવી કૂદરતી આપદા આવી હોય તે તમામ વેળાએ ખેડૂતોનુ બાવડુ પકડીને બેઠા કરવાનુ કામ અમારી સરકારે કર્યુ છે એટલે આવી હરકતોથી ખેડૂતો ભરમાશે નહી એ ગુજરાત કોંગ્રેસે અને એમના નેતાઓએ સમજી જવાની જરૂર છે. મંત્રી ફળદુએ  ઉમેર્યું કે, ખેડૂતોના હિતને વરેલી કેન્દ્રની ભાજપા સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક દેશ એક બજારનો જે હિંમતભર્યો નિર્ણય કર્યો છે જેના પરિણામે વર્ષ ર૦રરમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે તે ચોક્કસ પરિપૂર્ણ થશે એવો મને દૃઢ વિશ્વાસ છે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ છઁસ્ઝ્રમાંથી ખરીદી કે વેચી શકશે.છઁસ્ઝ્ર બંધ થશે એ વાત તદ્દન ખોટી છે.છઁસ્ઝ્ર ચાલુ જ રહેશે. પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે. ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મેાદીને અભિનંદન આપતાં મંત્રી ફળદુ એ ઉમેર્ય કે, ખેડૂતોનું ભવિષ્ય જોઇને આ કાયદો લાવ્યા છે તે આગામી ૧૦ વર્ષમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને જે હાલ સુવિધાઓ મળે છે એ પૂરેપૂરી મળવાની જ છે એટલે ખેડૂતો એ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે વડાપ્રધાન શ્રી એ દ્વાર ખોલી દીધા છે.

આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે. સાથે સાથે વેલ્યુ એડિશન કરીને ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (હ્લર્ઁં) પણ સ્થાપાશે. આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં ૧૦ હજાર ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (હ્લર્ઁં)  રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here